ડીસા:સમગ્ર ભારતભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે, સાથોસાથ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક નાના-મોટા ધંધા-રોજગાર હાલ બંધ થઈ ગયા છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની સૌથી મોટી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે.
ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો
બહારના રાજ્યોમાં કોરોનાવાયરસની મહામારીના (Corona epidemic) કારણે અવર-જવર બંધ થતાની સાથે જ ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. 2 વર્ષથી સતત નુકસાનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત દેવાદાર બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ખેતીની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે પણ જોડાયેલો છે, પરંતુ સતત 2 વર્ષથી કોરોનાવાયરસની મહામારીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
મધ ઉછેર કેન્દ્રની શરૂઆત
બનાસકાંઠા જિલ્લા પર આમતો પછાત પણાનું કલંક લાગેલું છે, પરંતુ આ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠા સૂજ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે. અહી વાત છે ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના પ્રકાશ જાટની, તો પ્રકાશ જાટે અભ્યાસ માત્ર 12 ધોરણ સુધી જ કર્યો છે, પરંતુ તેમનામા રહેલી પ્રતિભાના તે ધની છે. પ્રકાશભાઈ જાટ પોતાની સવા એકર જમીન પર ચીલાચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે, અને વર્ષે લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે. એસિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું.
વર્ષે 1 લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ પ્રકાશે બનાસ ડેરીનો સંપર્ક કર્યો, અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે 7 દિવસની તાલીમ લીધી, ત્યારબાદ પ્રથમવાર વર્ષ 2017માં તેમને પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશે તેમના ખેતરમાં માત્ર 10 બોક્ષ લગાવ્યા હતા, અને ત્યારબાદ બીજા વર્ષે 2018માં આ બોક્ષની સંખ્યા 100 કરી દીધી, અને વર્ષે 1 લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા.
મધ માંથી 40 લાખની આવક
શેરપુરા ગામના ખેડૂત પ્રકાશને મધમાખી ઉછેર કેન્દ્રનો (beekeeping center) વ્યવસાય ફાવી ગયો, અને ત્યારબાદ તો પ્રકાશ વર્ષે વર્ષે તેમના ખેતરમાં મધમાખીના બોક્ષ વધારવા માંડ્યા અને અત્યારે તેમના ખેતરમાં મધમાખીના 900 બોક્ષ લગાવેલા છે, અને તેના દ્વારા વર્ષે 35000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે, તે ઉપરાંત હાલમાં પ્રકાશભાઈ અત્યારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુ.પી જેવા બહારના રાજ્યોમાં પણ તેમની મધની પેઢીઓ રાખી રહ્યાં છે, અને તેમાંથી દર વર્ષે પ્રકાશભાઈ 40 લાખ રૂપિયાનું મધ મેળવી રહ્યા છે. પ્રકાશભાઈને આશા છે કે, આગામી વર્ષમાં તેઓ વર્ષે આ ઉત્પાદન વધારીને 45 હજાર કિલો સુધી પહોંચાડી દેશે.
કોરોના મહામારીમાં નુકશાન