બનાસકાંઠાઃ ગુજરાતમાં ચોથું લોકડાઉન પુર્ણ થયાં બાદ અનલોક-1ની જાહેરાત કરી સરકારે મોટા ભાગનાં વેપાર ધંધા ખોલવાની છુટછાટ આપી છે. આ અંતર્ગત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોટા ભાગનાં બજારો ખુલી ગયા હોવા છતા બજારના માર્ગો સુમસામ જોવા રહ્યા છે.
કોરોનાનું ગ્રહણઃ મંદીમાં સપડાયું અંબાજીનું બજાર - corona news
ચોથું લોકડાઉન પુર્ણ થયાં બાદ અનલોક-1 જાહેર કરી સરકારે મોટા ભાગનાં વેપાર-ધંધા ખોલવાની છુટછાટ આપી છે. જેને લઇ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોટાં ભાગનાં બજારો ખુલી ગઈ છે. આમ છતા બજારમાં મંદી જોવા મળી રહી છે.
દુકાનો ચાલુ રાખવાના સમયમાં પણ વધારો કર્યો છે. તેમ છતાં અંબાજીમાં વેપારીઓની હાલત કફોડી બની રહી છે. અંબાજીમાં જીવન જરૂરિયાતની વસ્તુ સહિત પ્રસાદ, ધૂપ, પુજાપાની સામગ્રી, બંગડીઓ, રમકડા, ભગવાનની મુર્તિઓ, ઈમીટેશન જ્વેલરી સહિતની દુકાનો ખુલી જવા પામી છે. વેપારીઓના મતે બોણીના પણ ફાંફા પડી રહ્યા છે, કારણ કે અંબાજીએ તિર્થધામ છે. મોટાં ભાગનો વેપાર યાત્રિકો પર ચાલે છે.
હાલમાં અંબાજીમાં એક પણ યાત્રિક આવતાં નથી, એટલું જ નહીં આગામી આઠ જૂને અંબાજી મંદિર ખુલે તેવી શકયતાઓ છે, પણ મંદિરમાં જે પ્રકારની દર્શનાર્થીઓને લઇ જે વ્યવસ્થા કરવામાં આવશે, તેને લઈ વેપારીઓ આશાવાદ નહીં પણ નિરાશાવાદ વ્યકત કરી રહ્યા છે. જો મંદિરમાં પ્રસાદ જ નહીં વહેંચાય તો યાત્રિકો બજારમાંથી શું ખરીદશે? તે સામે એક મોટો પ્રશનાર્થ જોવાં મળી રહ્યો છે. જેને લઇ અંબાજી વેપારીઓ માટે જે પરિસ્થિતિ લોકડાઉનમાં હતી, તેવી જ પરિસ્થિતિ અનલોક-1માં મંદિર ખુલ્યા બાદ પણ રહેશે.