બનાસકાંઠા:બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાના કેસો વધતા (Corona Case In Banaskantha) પરિસ્થિતિ વણસી છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં હાલમાં 1108 કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન થઈ સારવાર લઇ રહ્યા છે. બનાસકાંઠામાં રોજેરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોનાના કેસોને લઇ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના ટેસ્ટિંગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
ડીસામાં ધો.10 અને 12ના 10 વિદ્યાર્થીઓ કોરોના પોજેટિવ આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ
10 વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક શાળાઓના બાળકો કોરોનાની ત્રીજી લહેરની ઝપેટમાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીમાં બાળકો સુરક્ષિત રહે તે માટે શાળાઓમાં વધુને વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ડીસા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાના કેથલીક આશ્રમ ખાતે રહેતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શરદી-ખાંસી અને તાવ જેવું લાગતા, આ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 10 વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી અને આ તમામ વિદ્યાર્થીઓને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં
સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલા કેથલિક આશ્રમ ખાતે રહેતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલમાં તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, આ વિદ્યાર્થીઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેમની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કોરોનાવાયરસની બીમારી વધુ ફેલાય નહીં તે માટેની કવાયત આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:Corona cases in Gujarat :ડીસાના સબજેલમાં 15 કેદીઓ કોરોના પોઝિટિવ
સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે
સ્કૂલના આચાર્ય ફાધર રાજે જણાવ્યું હતું કે, ડીસા ખાતે કાર્યરત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે હાલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવતો નથી, જેના કારણે શાળામાં એક પણ વિદ્યાર્થી આવતો નથી, ત્યારે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને જે પણ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા માટેની વ્યવસ્થા નથી તે તમામ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ આપવામાં આવી રહ્યો છે, આ શાળામાં આવતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે શિક્ષકો દ્વારા અભ્યાસ આપવામાં આવે છે અને જે 10 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવ્યા નથી પરંતુ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આવેલ કેથલિક આશ્રમ ખાતે આ વિદ્યાર્થીઓ રહેતા હતા.