ગુજરાત

gujarat

Congress workers joined BJP: જગદીશ ઠાકોરના મત વિસ્તાર બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

By

Published : Feb 25, 2022, 8:54 PM IST

Updated : Feb 25, 2022, 10:51 PM IST

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના મતવિસ્તાર માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસ (Congress workers joined BJP)બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Congress workers joined BJP: જગદીશ ઠાકોરના મત વિસ્તારમાં બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
Congress workers joined BJP: જગદીશ ઠાકોરના મત વિસ્તારમાં બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

બનાસકાંઠા:જિલ્લામાં ગત ટર્મમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી બાજી મારી અને નવ વિધાનસભાની સીટ પર 6 વિધાનસભા પર કબજો મેળવ્યો હતો. વર્ષોથી બનાસકાંઠા જિલ્લોએ કોંગ્રેસનેસમર્પિત જિલ્લો છે. પરંતુ હવે જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ છેડો ફાડી ભાજપમાં જોડાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઈને અત્યારથી જ દરેક પક્ષ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ખાસ કરીને દરેક ચૂંટણી જીતવા માટે સૌથી મહત્વની ભૂમિકા કાર્યકર્તાઓની હોય છે. ત્યારે અત્યારે દરેક પક્ષ વિધાનસભાની ચૂંટણી પર વિજય મેળવવા માટે અત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી પક્ષને જીતાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે કંઈક અલગ જોવા મળી રહી છે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં (Congress workers joined BJP)જોડાતા નજરે પડી રહ્યા છે.

જગદીશ ઠાકોરના મત વિસ્તારમાં ભંગાણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ અનેક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અને કાર્યકર્તાઓ પક્ષ પલટો કરી બીજા પક્ષમાં જતા નજરે પડી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગઈ છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા જગદીશ ઠાકોરને સુકાન સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃજયરાજસિંહે "વારા પછી વારો, તારા પછી મારો" છોડી, લીધો કમળનો સહારો...

ભાજપમાં જોડાતા ખળભળાટ

પરંતુ આજે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના મત વિસ્તારમાં જ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે. આજે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને ઉપપ્રમુખ સહિત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. આ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસે ગુજરાતનું સુકાન જ્યારે જગદીશ ઠાકોર ને સોંપી છે ત્યારે આવનારા સમયમાં તેમના મત વિસ્તારમાં કેટલો ફરક પાડી શકે તેમ છે.
આ પણ વાંચોઃCongress leader joins BJP: કૉંગ્રેસ આપઘાત કરવા માગતી હોય તો તેને હું બચાવનાર કોણ ? : હીરાભાઈ પટેલ

Last Updated : Feb 25, 2022, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details