બનાસકાંઠા : વડગામ તાલુકાના નગાણા ગામે ગત 20 જાન્યુઆરીની રાત્રે શાંન્તાબેન જ્યંતિભાઈ મકવાણા નામની મહિલાનું આકસ્મિક મોત થતા તેમના પરિવારજનોએ સમાજના રીતરીવાજ મુજબ તેમની દફનવિધિ કરી હતી. જેમાં મુત્યુ પામનારના પતિ જ્યંતિભાઈ દલાભાઇ મકવાણા પોલીસ (ASI) માંથી નિવૃત થયેલા છે.
વડગામમાં 15 દિવસ પહેલા થયેલ મોત મામલે ફરિયાદ કરાઈ - અમદાવાદ
બનાસકાંઠાના વડગામના નગાણા ગામે 15 દિવસ પહેલા થયેલા મોત મામલે ફરિયાદ થઇ હતી. જેમાં મૃતદેહને બહાર કાઢી ફોરેન્સીક તપાસ માટે અમદાવાદ ખસેડાયો હતો. જે મામલે પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.
જેમને બાદમાં તેમના ધર્મ પત્નીનું મુત્યુ નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં છાપી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં દફનાવાયેલ મૃતકના મૃતદેહને 15 દિવસ બાદ બહાર કાઢી FSL માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જેમાં મોતના 10 દિવસ બાદ પત્નીની હત્યા થઈ હોવાની પતિને શંકા જતા ફરીયાદ નોંધાઇ હતી. ત્યારે વડગામ પોલીસે પણ મૃતદેહને ફોરેન્સીક તપાસ માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ તેના પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યા છે કે, કુદરતી મોત તેનો ખ્યાલ આવશે.