બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં ચાલુ વર્ષે રાજસ્થાનથી આવેલા તીડના ઝુંડે આક્રમણ કર્યું હતું. આ આક્રમણમાં સરહદી વિસ્તારના ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેલા પાકમાં મોટું નુકસાન થયું હતું. એક જ વર્ષમાં સરહદી વિસ્તારમાં તિડના ત્રણવાર આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અગાઉ સરકાર દ્વારા તીડમાં થયેલા નુકશાનનું વળતર આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય મળી નથી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં તીડના કારણે થયેલા નુકસાનની ચુકવણી માટે રજૂઆત કરાઇ ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં આવેલા દૈયપ અને મીઠાવીરાણાના ખેડૂતોને વર્ષ 2019-20માં આવેલા તીડ આફતની સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય હજુ સુધી મળી ન હતી, જેથી દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પી.ડી.ગઢવી દ્વારા ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં તીડના કારણે થયેલા નુકસાનની ચુકવણી માટે રજૂઆત કરાઇ સરહદી પંથકમાં ગત વર્ષે તેમજ આ વર્ષે તીડનું આક્રમણ થયું હતું. જેમાં કેટલાય ખેડૂતોના ઉભા પાકનો સફાયો થયો હતો, જેથી ખેડૂતો એકદમ નિરાધાર બની ગયા હતા. ખેડૂતના ઉભા પાકમાં તીડના ઝુંડ ફરી વળ્યા હતા. જેથી ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થયું હતું. જેને લઈને સરકાર દ્વારા વળતર મળશે એવી જાહેરાત કરાઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં તીડના કારણે થયેલા નુકસાનની ચુકવણી માટે રજૂઆત કરાઇ કૃષિપ્રધાને ખુદ આ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી, ઉપરાંત કેટલાક નેતાઓ અને આગેવાનોએ પણ આ વિસ્તારના ખેડૂતોની મુલાકાત લીધી હતી, અને આશ્વાસન પણ આપ્યું હતું કે, જરૂર તમારા પાકને થયેલા નુકસાનનું સરકાર દ્વારા સર્વે કરાવીને વળતર અપાવીશું પણ હવે જ્યારે વર્ષ વીતવા આવ્યું છતાં હજુ સુધી ખેડૂતોને તીડ સહાય ના ચૂકવાતા ખેડૂતોએ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં તીડના કારણે થયેલા નુકસાનની ચુકવણી માટે રજૂઆત કરાઇ જોકે પારાવાર થયેલા નુકસાનની ટુક સમયમાં સહાય નહિ મળે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવી અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.