ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel in Palanpur : બસપોર્ટનું લોકાર્પણ થયું, જાણો કેટલા કરોડ ખર્ચાયા - Dedication of new busport at Palanpur

આજે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel in Palanpur) પાલનપુરમાં નવીન બસપોર્ટનું (CM Bhupendra Patel in Palanpur) લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બસપોર્ટની ખાસિયતો વિશે જાણીએ.

CM Bhupendra Patel in Palanpur : બસપોર્ટનું લોકાર્પણ થયું, જાણો કેટલા કરોડ ખર્ચાયા
CM Bhupendra Patel in Palanpur : બસપોર્ટનું લોકાર્પણ થયું, જાણો કેટલા કરોડ ખર્ચાયા

By

Published : Jun 4, 2022, 7:08 PM IST

પાલનપુર - બનાસકાંઠા જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ઘણો પછાત માનવામાં આવે છે. જોકે ટેકનોલોજીનું પ્રમાણ વધતું ગયું છે તેમ બનાસકાંઠા જિલ્લાનો વિકાસ પણ થઇ રહ્યો છે.. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિકાસના કામો હાથ ધર્યાં છે. ભાજપ શાસનમાં અનેક વિકાસના કામો કરવામાં આવે છે જેમાં લોકો બનાસકાંઠા જિલ્લામાંથી જ પાકિસ્તાન જોઈ શકે તે માટે ઝીરો પોઈન્ટ બનાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ હાલમાં આર્મી-જવાનોની ઝાંખી કરાવતું ટુરીઝમ (Banaskantha Tourism) શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અનેક વિકાસના કામો કર્યા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લો આજે અન્ય જિલ્લાઓની સરખામણીમાં વિકાસનો વેગ પકડી રહ્યો છે.

37.28 કરોડના ખર્ચે તૈયાર થયું બસપોર્ટ

આ પણ વાંચોઃ BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે

નવીન બસપોર્ટનું લોકર્પણ કરાયું - આ શૃખંલામાં આગળ વધતાં સરકારે પાલનપુર બસપોર્ટનું નિર્માણ શરુ કર્યું હતું. જેનું નિર્માણકાર્ય સંપન્ન થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે પાલનપુરમાં નવીન બસપોર્ટનું (CM Bhupendra Patel in Palanpur) લોકાર્પણ કર્યું હતું. 37.28 કરોડના ખર્ચે તૈયાર થયેલ બસપોર્ટનું લોકાર્પણ કરી સીએમે વડગામ તાલુકાના શીશરાણા ગામે બનનાર 220 કે વી સબ સ્ટેશનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. બસપોર્ટના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમા નવા બનેલ અને બનનાર બસપોર્ટમાં એરપોર્ટથી પણ વધુ આધુનિક સુવિધા હશે.

બસપોર્ટમાં એરપોર્ટથી પણ વધુ આધુનિક સુવિધા હશે

આ પણ વાંચોઃ રાજકોટના ઢેબર રોડ પર 150 કરોડના ખર્ચે બનેલા નવા બસ પોર્ટ તમામ રૂટ કાર્યરત

શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબતમાં સરકારે સેવાઓ આપી -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પહેલા બસમાં મુસાફરી કરતા હતાં ત્યારે જે પરિસ્થિતિ હતી એ સુધારી અને બેસ્ટ ક્વોલિટીની બસો (CM Bhupendra Patel in Palanpur) પ્રજાને આપી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબતમાં સેવાઓને સરકારે અગ્રતાક્રમ આપી પ્રજા સુધી સેવાઓ પહોંચાડી છે. જ્યારે સરકારે મેડિકલ અને એન્જીનિયરિંગ કોલેજોની સુવિધા વધારી અને વિદ્યાર્થીઓને પણ સગવડો આપી છે. રાજ્યમા રસ્તાઓ છેવાડાના ગામો સુધી પહોચાડ્યા છે. તેમણે વિકાસના તમામ કામ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details