ગુજરાત

gujarat

ETV Bharat / state

સીએમ રૂપાણીએ યાત્રાધામ અંબાજીમાં કર્યા દર્શન, લોકોને કોરોનાના નિયમનું પાલન કરવા કરી અપીલ - Yatradham Ambaji

મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીના આર્શીવાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા હતા. કોરોનાથી મુક્તિ મળે તેમજ નવું વર્ષ લાભદાયી નિવડે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાને પત્ની અંજલી રૂપાણી સાથે માતાજીની આરતી ઉતારી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યાત્રાધામ અંબાજીમાં માતાજીના કર્યા દર્શન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યાત્રાધામ અંબાજીમાં માતાજીના કર્યા દર્શન

By

Published : Nov 20, 2020, 10:10 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંબાજીમાં માતાજીના કર્યા દર્શન
  • સીએમ રૂપાણીએ તેમની પત્ની સાથે માતાજીની કરી આરતી
  • કોરોનાથી લોકોને મુક્તિ મળે તેમજ નવું વર્ષ સારું જાય તેવી કરી પ્રાર્થના

બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીના આર્શીવાદ મેળવવા માટે પહોંચ્યા હતા. કોરોનાથી મુક્તિ મળે તેમજ નવું વર્ષ લાભદાયી નિવડે તેવી મુખ્યપ્રધાને પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાને પત્ની અંજલી સાથે માતાજી આરતી ઉતારી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમની ધર્મપત્નિ અંજલી બેન સાથે અંબાજી મંદિરે પહોચતા બ્રાહ્મણો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડાએ કેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યાત્રાધામ અંબાજીમાં માતાજીના કર્યા દર્શન

મુખ્યપ્રધાન વિજય રુપાણીને યંત્રની પ્રતિક્રુતી સ્મુર્તિ ચીન્હ ભેંટ સ્વરુપે અર્પણ કરાયું

પુજાવીધી પુર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર તથા અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે મુખ્યપ્રધાન વિજય રુપાણીને યંત્રની પ્રતિક્રુતી સ્મુર્તિ ચીન્હ ભેંટ સ્વરુપે અર્પણ કર્યુ હતુ. ત્યાર બાદ વિજય રુપાણીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા. નવા વર્ષના પ્રારંભે અંબાજી પહોચેલા મુખ્ય પ્રધાને મીડીયા સાથે વાતચીત કરી હતી.

શાળા ખોલવા અંગે નિવેદન

મુખ્યપ્રધાને શાળા ખૂલવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 23 નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય કર્યો છે, તે હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ અંગે કોરોનાને ધ્યાનમાં રાખીને બાદમાં વિચારણ કરવામાં આવશે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, હાલમાં જે કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે તેને લઈ રાજય સરકાર પગલાં લઇ રહી છે. જેને લઇ અમદાવાદમાં વધેલાં કોરોનાના કેસને લઇ તકેદારીનાં ભાગ રૂપે વિક એન્ડ જાહેર કરાયું છે. શનિવારે અને રવિવારે રજા હોવાથી વધુ સંખ્યામાં લોકો બહાર નીકળે છે, તેથી વિકેન્ડ પર કર્ફ્યુ લગાવાયો છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે, પરંતુ પોલીસ કડક કાર્યવાહી કરશે.

પોલીસને પણ નિયમોનું પાલન કરાવવા આદેશ અપાયા

મુખ્યપ્રધાને જણાવ્યું કે, કોરોનાં સામે લડવાં સરકાર કડક પગલાં લઇ રહી છે. જેમાં પ્રજાએ પણ સહકાર આપવો પડશે ખાસ કરી ત્રણ નિયમોને વધુ અસર કારક ગણાવી લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ જરૂરત વગર બહાર ન નિકળવા અપીલ કરી હતી. તેને લઇ પોલીસને પણ નિયમોનું પાલન કરાવવા આદેશ અપાયા છે. યાત્રાધામ અંબાજીમાં ઓથોરીટી જાહેર કર્યા બાદ અંબાજીમાં વિકાસ માટે પણ સરકાર તત્પર હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details