ગઈકાલે ઈદનો ચાંદ દેખાતા જ મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહૂતિ થઈ હતી અને ઈદની ઉજવણી શરૂ થઈ હતી. જેમાં ડીસાની ગવાડી ખાતે આવેલી પ્રસિદ્ધ ઈદગાહ ખાતે સવારથી જ અબાલ વૃદ્ધથી માંડી નાના બાળકો નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. સૌ કોઈએ એકબીજાને ગળે ભેટી ઈદની મુબારક બાદ પાઠવી હતી.
બનાસકાંઠામાં મુસ્લિમ બિરાદરોએ કરી ઈદની ઉજવણી
બનાસકાંઠાઃ મુસ્લિમ સમાજના પવિત્ર માસ રમઝાનનો ગઈ કાલે અંતિમ રોજો પૂર્ણ થયો હતો. મુસ્લિમ બિરાદરોએ રમજાન માસના 30 દિવસ રોજા રાખી અલ્લાહની બંદગી અને નેકી કરી પૂણ્યનું ભાથું બાધ્યું હતુ. જેમાં આજે સવારે સમગ્ર ડીસા પંથકના મુસ્લિમ બિરાદરોએ ગવાડી ખાતે આવેલી ઈદગાહ મસ્જિદમાં ઈદની નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારક બાદ પાઠવી હતી.
hd
એકબીજાના ઘરે જઈ મુસ્લિમ બિરાદરોએ અરસ-પરસ ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સૌ કોઈએ ખીર-ખુરજા ખવડાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતુ. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાજ અદા કરી પોતાના પૂર્વજોને યાદ કર્યા હતા અને કબ્રસ્તાનમાં પહોંચી પુષ્પાજંલિ અર્પી તેમના માટે પરિવારના વડીલોને જન્નતમાં રાખી, ખુશહાલ બનાવે તેવી ઈબાદત કરી હતી. આમ, તમામ મુસ્લિમ બંધુઓ માટે આજે ખુશી અને ઉંમગ સહિત પ્રેમ અને ભાઈચારાનો અનોખો પર્વ ઉજવાઈ રહ્યો છે.