અંબાજીઃ ચૈત્રી નવરાત્રિનો આજે 25 માર્ચેને બુધવારથી પ્રારંભ થયો છે. કોરોના વાયરસની દહેશતને પગલે અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ હતું. પણ 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનો લૉક ડાઉન આપ્યો છે. આથી, હવે અંબાજી મંદિર 14 એપ્રિલ સુધી દર્શન માટે બંધ રહેશે. તેવો નિર્ણય અંબાજી દેવસ્થાનના ટ્રસ્ટે લીધો છે.
અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શક્તિપીઠ એવા મોટા અંબાજીમાં આજે સવારે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ઘટનું સ્થાપન કરાયું હતું. તેમ જ કોરોના વાઇરસના લૉક ડાઉનને કારણે મંદિરમાં માતાજીની પૂજા પણ પૂજારીઓ દ્વારા કરાઈ હતી. જો કે મંદિરમાં યાત્રિકો વગર પૂજા થઈ હતી. જો કે તેનું વેબસાઈટ પર લાઈવ પ્રસારણ કરાયું હતું. મંદિરમાં એકલદોકલ માઈ ભક્તો હતાં, પણ તેમણે પણ એક મીટર દૂર ઉભા રહીને લૉક ડાઉનના જાહેરનામાનું પાલન કર્યું હતું.