ગુજરાત

gujarat

ETV Bharat / state

બેન્કના ખાતેદારો છેતરપિંડીનો શિકાર ન બને તે અંગે બેન્ક દ્રારા અપાયું માર્ગદર્શન - banaskatha news

બનાસકાંઠાઃ વિવિધ કૉલ સેન્ટરો દ્વારા બેન્કના ખાતેદારોને લોભામણી લાલચ આપી તેમજ બચત ખાતા મામલે ખોટું માર્ગદર્શન આપી છેતરપિંડીના બનતા બનાવોને ધ્યાને લઇ અંબાજીની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ દ્વારા બેન્કના ખાતેદારોમાં જાગૃતિ આવે અને છેતરાય નહીં તે માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો.

etv bharat
કોલ સેન્ટરો દ્વારા બેંકના ખાતેદારોને માર્ગદર્શન અપાયુ

By

Published : Dec 25, 2019, 11:23 PM IST

દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા હડાદ ખાતે અંબાજીની સ્ટેટ બેન્ક બ્રાન્ચના મેનેજર અનુપમ ચારણ દ્વારા હડાદની સ્વામી અખંડાનંદ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને બેન્ક ખાતા માંથી નાણાં ઉપડી જવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

બેન્કના ખાતેદારો છેતરપિંડીનો શિકાર ન બને તે અંગે બેન્ક દ્રારા અપાયું માર્ગદર્શન

ખાસ કરીને મોબાઈલ ઉપર આવતી લોભાવણી જાહેરાતમાં પોતાના પર્સનલ ખાતાનંબર, OTP, પાસવૉર્ડ જેવી પર્સનલ વિગતો કોઈને પણ ન આપવા જણાવાયું હતું. ઉપરાંત જો કોઈ બેન્કમાંથી ફોન આવે તો પ્રથમ નજીકની બ્રાન્ચમાં સંપર્ક કરવા જણાવાયું હતું.

આ સાથે વિધાર્થીઓ દ્વારા હડાદમાં એક ગ્રાહક જાગૃતિ રેલી પણ યોજવામાં આવી હતી, જ્યાં વિધાર્થીઓ દ્વારા ગામના વેપારીઓને પણ પોતાના ખાતા, OTP કે પછી અન્ય કોઈ પણ બેન્કિંગ માહિતી મોબાઈલ ફોન ઉપર નહીં આપવા જણાવાયું હતું અને ખાસ કરીને મોબાઈલ ઉપર "ગ્રાહકોને લોટરી લાગી છે, તમે અમુક નાણાં બેન્કમાં ભરો તો તમને મોટી રકમ મળશે કે, પછી મોટી યોજનાનો લાભ મળશે" તેવી લોભાવણી જાહેરાતોથી દૂર રેહવા માર્ગદર્શન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details