ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી નજીક રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટને 11 જૂન સધી બોર્ડરને સીલ રખાશે - Chhapari check post

બનાસકાંઠાની નજીક આવેલા રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજસ્થાન સરકારે ગત 10 મેથી 8 જૂન સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જે ગઇકાલે 9 જૂનના રોજ રાજસ્થાનની સરહદ ખુલવાની હતી. જેને હજી લંબાવીને 11 જૂન કરવામાં આવી છે.

છાપરી ચેકપોસ્ટને 11 જૂન સધી બોર્ડરને સીલ રખાશે
છાપરી ચેકપોસ્ટને 11 જૂન સધી બોર્ડરને સીલ રખાશે

By

Published : Jun 10, 2021, 1:59 PM IST

  • ગઇકાલે 9 જૂનના રોજ રાજસ્થાનની સરહદ ખુલવાની હતી
  • રાજસ્થાનની સરહદ ખોલવાની તારીખ લંબાવીને 11 જૂન કરાઇ
  • વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજસ્થાન સરકારે સરહદ બંધ કરી

બનાસકાંઠા :રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેર ઘાતક પૂરવાર થઇ છે. હજી પણ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને લઈને રાજસ્થાનમાં હજી લોકડાઉન લંબાવામાં આવ્યું છે. ફરી અંબાજી નજીક રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટથી અવરજવર થતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ લગાવી બોર્ડરને સીલ જ રાખવામાં આવી છે. આગામી બે દિવસ માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રાજસ્થાન સરકારે સોમવારથી 14 દિવસના લોકડાઉનનો કર્યો આદેશ, રાજ્યની સરહદો પણ સીલ કરાશે

ગુજરાત ST નિગમની બસોના પ્રવેશને બંધ કરવામાં આવ્યો

અંબાજી નજીક રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટને 11 જૂન સધી બોર્ડરને સીલ જ રાખવામાં આવી હતી. રાજસ્થાન રોડવેઝ સહિત ગુજરાત ST નિગમની બસોના પ્રવેશ બંધ કરવામાં આવ્યા હતા. જેને લઈ રાજસ્થાન રોડવેઝ સહિત ગુજરાત ST નિગમની બસોના પ્રવેશને બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતને અડીને આવેલી રાજસ્થાનની સરહદ ફરી સીલ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

RTPCR જેવા જરૂરી દસ્તાવેજો ચકાસીને રાજસ્થાનમાં પ્રવેશ અપાઈ રહ્યો

ખાનગી વાહનોમાં અતિ આવશ્યકતા હોય તો RTPCR જેવા જરૂરી દસ્તાવેજો ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. અત્યારે કોરોનાની ત્રીજી લહેર આવે નહિ તેના માટે કોરોનાની ચેઇન તોડવા ગુજરાતમાંથી માઉન્ટ આબુ તરફ જતા વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બે દિવસ પછી રાજસ્થાન સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બોર્ડર ખોલવાનો નિર્ણય લેવાશે. માઉન્ટ આબુ તરફ જતા વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details