પ્રાપ્ત વિગતો મુજબ, વડગામ મુકામે આવેલી તાલુકા પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠાકોર સમાજના યુવાનો દ્વારા કુલ 91 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. તેમજ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવા માટે પાણીના 200 કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.
બનાસકાંઠામાં કરાયું રક્તદાન કેમ્પનું આયોજન - Banaskantha rural
બનાસકાંઠા: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ અને ક્ષત્રિય ઠાકોર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વડગામ તાલુકા ઠાકોર સમાજ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદન કર્યું હતું.
સ્પોટ ફોટો
કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, પ્રદેશ સંગઠન પ્રધાન પ્રવિણ ઠાકોર, ડો. જગદીશ ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પં. પ્રમુખ પિનાબેન ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ રમેશ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.