ડીસા શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા સંચાલિત દિવ્યાંગ ભવન 40થી વધુ દિવ્યાંગો નિઃશુલ્ક અભ્યાસ આપવામાં આવે છે. દિવ્યાંગોને પણ બેન્કિગ વ્યવહારોની સમજણ મળી રહે તે માટે અમદાવાદની ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી દ્વારા તમામ દિવ્યાંગોને બેન્કિગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.
ડીસા પાલિકા દ્વારા દિવ્યાંગોને બેન્કિગ વ્યવહારોની તાલીમ અપાઇ
ડીસાઃ શહેરની નગરપાલિકા સંચાલિત દિવ્યાંગ ભવનમાં મંગળવારના રોજ ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી દ્વારા દિવ્યાંગોને બેંકિંગ વિશે તાલીમ આપવામાં આવી હતી. જેમાં દિવ્યાંગોને બેન્કની કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી.
ડીસા નગરપાલિકા દ્વારા દિવ્યાંગોને બેન્કીગ વ્યવહારોની તાલીમ અપાઇ
જેમાં બેન્કિગના વ્યવહારો કેવી રીતે થાય છે અને આ વ્યવહારો દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.