- પાલનપુર નગરપાલિકામાં 10 વર્ષોથી છે ભાજપનું શાસન
- 28મી ફેબ્રુઆરીએ થશે મતદાન
- સમગ્ર પાલનપુર શહેરમાં ભાજપનો રોડ શો
બનાસકાંઠા: જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અંતિમ ઘડીમાં મતદારોને રીઝવવા તમામ પક્ષ અને અપક્ષોએ એડી-ચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે ભાજપે પણ શહેરના લક્ષ્મીપુરા વિસ્તારથી રોડ-શો ની શરૂઆત કરી હતી. જેમાં બીજેપીના પ્રદેશ અગ્રણી શંકર ચૌધરી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ રોડ-શોમાં નોંધનીય સંખ્યામાં કાર્યકરો અને મતદાતાઓ જોડાયા હતા. બીજેપીએ શહેરના તમામ માર્ગો પર ફરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.