ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી - આમ આદમી પાર્ટી

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 200 જેટલાં ફોર્મ ભરાયા હતા. જેમાં અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ અપક્ષ સહિત અંદાજીત 95 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં.

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી

By

Published : Feb 14, 2021, 8:57 AM IST

  • કોંગ્રેસે લઘુમતી વિસ્તારોમાં નબળાં ઉમેદવારોને આપી ટિકિટ
  • વોર્ડ નમ્બર 4માં સતત સાત ટર્મથી ચૂંટાતા ઇબ્રાહિમભાઈ મલિકની કપાઇ ટિકિટ
  • જુના નગરસેવકોને કાપી તેમના પુત્રો તેમજ પત્નીઓને અપાઈ ટિકિટ
  • કોંગ્રેસમાંથી આવેલા લોકોને પણ સીધી જ અપાઈ ટિકિટ

બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. ત્યારે ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે 95 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં. જેથી ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 200 જેટલાં ફોર્મ ભરાયા હતા. જેમાં અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ અપક્ષ સહિત અંદાજીત 95 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં. જેમાં ભાજપ કોંગ્રેસે પોતાના મેન્ડેટની યાદી સીધી જ ચૂંટણી અધિકારીને સોંપીને મોડી સાંજે બંન્ને પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

ભાજપ કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસપાટીએ

પાલનપુર નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસના આંતરિક કકળાટ વચ્ચે 200 જેટલાં લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં છે.જેમાં ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોના મેન્ડેટ સીધાં જ ચૂંટણી અધિકારીને આપી દીધા છે. કોંગ્રેસે પોતાની સત્તાવાર યાદી જાહેર કરી દીધી હતી. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ અને સાત વખતથી ચૂંટાતાં નગરસેવક ઇબ્રાહિમભાઈ મલિકની ટિકિટ કપાઈ હતી. બીજી તરફ ભાજપે સત્તાવાર યાદી જાહેર કરતાં આ યાદીમાં પણ કેટલાક જુના નગરસેવકોનું પત્તુ કપાયેલું જાણવા મળ્યું હતું.

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી

અમરતભાઈ જોશીની ટિકિટ કાપીને તેમના પુત્રને ભાજપે ટિકિટ આપી

ભાજપમાંથી ટિકિટ નહિ મળતાં બે વખતથી નગરસેવક રહેલા ભારતીબેન અને તેમનાં પતિ ભરતભાઈ ઠાકોરે વોર્ડ નંબર 6 અને 7 માંથી આમ આદમી પાર્ટીના પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેમજ વોર્ડ નંબર-8 માંથી BJP ના પૂર્વ શહેર પ્રમુખ ભરતભાઇ પટેલે આપમાંથી ફોર્મ ભર્યું હતું. તેમજ સતત પાંચ ટર્મથી નગરસેવક એવા અમરતભાઈ જોશી (દાઢી)ની ટિકિટ કાપીને તેમના પુત્રને ભાજપે ટિકિટ આપી હતી. તો પાલિકા પ્રમુખ અશોક ઠાકોરના સ્થાને તેમના પુત્રને તેમજ વોર્ડ નંબર-1 માં પણ ચાર ટર્મના નગરસેવક શાંતિભાઈ પઢીયારને બદલે તેમના પુત્ર આશિષને BJPએ ટિકિટ આપી હતી.

11 વોર્ડની 44 બેઠકો માટે ગઈકાલે શનિવારે અંતિમ દિવસે 95 જેટલાં ફોર્મ ભરાયા

11 વોર્ડની 44 બેઠકો માટે ગઈકાલે શનિવારે અંતિમ દિવસે 95 જેટલાં ફોર્મ ભરાતાં કુલ 200 જેટલાં ચૂંટણી ફોર્મ ભરાઈ ચૂક્યાં હતા. ગઈકાલે અંતિમ દિવસે વોર્ડ નંબર 1 થી 6માં 54 ફોર્મ અને 6 થી 11માં પણ 40 ફોર્મ ભરાયાં હતા. જેમાં ગઈકાલે શનિવારે ફોર્મ ભરવા સવારથી બપોરના ત્રણ સુધી ભાજપ-કોંગ્રેસે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યાં હતાં. કોંગ્રેસે ચાર વાગ્યા બાદ પોતાની યાદી જાહેર કરી દીધી. જેના એક કલાક બાદ ભાજપે પણ પોતાની સત્તાવાર યાદી જાહેર કરી હતી. ફોર્મ ભરવાની અંતિમ ઘડી સુધી બંન્ને પક્ષોમાં વિખવાદ ચાલતાં આ વખતે આમ આદમી પાર્ટી માંથી અનેક લોકોએ દાવેદારી કરી હતી. તેથી પાલનપુર પાલિકાની ચૂંટણી આ વખતે ભારે રસાકસી ભરી રહેવાની સંભાવના છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોએ પોત પોતાના પક્ષના જીતના દાવા કર્યા હતા.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની યાદી

બીજેપીવોર્ડ નંબર-1

  • હેતલબેન ગિરીશભાઈ રાવલ
  • હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી
  • ચીમનલાલ સોમાભાઈ સોલંકી
  • આશિષ શાંતિલાલ પઢીયાર

    કોંગ્રેસ વોર્ડ નંબર-1
  • ચંદ્રિકાબેન કાળીદાસ ઠાકોર
  • આશાબેન વિકાસભાઈ રાણા
  • નરેન્દ્રભાઈ વિકાસભાઈ સોલંકી
  • રાજુભાઇ ચમનજી ઠાકોર

    બીજેપી વોર્ડ નંબર-2
  • ભારતીબેન અંબાલાલ રંગવાણા
  • વર્ષાબેન કદમભાઈ લાટીવાલા
  • સાગર પ્રવીણચંદ પરમાર
  • નરેશભાઈ મોતીભાઈ રાણા

    કોંગ્રેસ વોર્ડ નંબર-2
  • અરુણાબેન પોપટલાલ ઠાકર
  • મંજુલાબેન દલપતભાઈ પટણી
  • ફતેચંદભાઈ થાવરદાસ રાજવાણી
  • કોશિકભાઈ કીર્તિભાઈ જોષી

    બીજેપી વોર્ડ નંબર-3
  • અમી કાનજી પટેલ
  • ઇન્દુ પ્રકાશ રાવલ
  • રાજુભાઇ ભીખાભાઇ પઢીયાર
  • અતુલ શંકરભાઇ પ્રજાપતિ

    કોંગ્રેસ વોર્ડ નંબર-3
  • મીનાબેન અરવિંદભાઈ માંગરોડા
  • આશાબેન ભાવેશકુમાર રાવલ
  • દિનેશભાઇ મેગાભાઈ પરમાર
  • રવીન્દ્રકુમાર ભંવરલાલ સોની

    બીજેપી વોર્ડ નંબર-4
  • ગઝાલાબેન અજીતભાઈ સિંધી
  • પુષ્પાબેન જગદીશભાઈ શ્રીમાળી
  • સંજય રાયભણભાઈ પટણી
  • સજીભા અજીતસિંહ જેઠવા

    કોંગ્રેસ વોર્ડ નંબર-4
  • તાહેરાબેન હૈદરભાઇ ધોબી
  • અફસાનબીવી અસલમભાઈ સિલાવટ
  • મહંમદઅલી રસુલભાઈ મન્સુરી
  • અબરારહુસેન અલ્તાફહુસેન શેખ

    બીજેપી વોર્ડ નંબર-5
  • રજીયાબાનું યુનુસભાઈ સલાટ
  • દીપ્તિબેન યોગેશભાઈ ચૌહાણ
  • મનકુમાર કિરીટભાઈ અગ્રવાલ
  • કય્યુમખાન શમશેરખાન નાગોરી

    કોંગ્રેસ વોર્ડ નંબર-5
  • રૂખસારબાનું ફઝામિયાં સિંધી
  • મહેફુઝાબાનું તોસિફભાઈ સિંધી
  • સાહિલહુસેન આબીદભાઈ કુરેશી
  • સરફરાઝ મહંમદહુસેન સિંધી

    બીજેપી વોર્ડ નંબર-6
  • નેહા વિશાલકુમાર પરમાર
  • કિરણબેન દેવેન્દ્રકુમાર રાવલ
  • પાર્થ અશોકભાઇ ઠાકોર
  • મહેશકુમાર મણિલાલ ઠક્કર

    કોંગ્રેસ વોર્ડ નંબર-6
  • બેલાબેન વિરાભાઈ પરમાર
  • શકુંતલાબેન કનુભાઈ રાવલ
  • રમેશભાઈ પ્રતાપભાઈ પરમાર
  • સુરેશચંદ્ર શંકરલાલ પટેલ


    બીજેપી વોર્ડ નંબર-7
  • રીનાબેન પ્રવીણભાઈ ઠાકોર
  • શુશીલાબેન અશોકભાઈ પુરોહિત
  • ભગવાનભાઈ ભીખાભાઇ પટેલ
  • નાગજીભાઈ દેવકરણભાઈ દેસાઈ

    કોંગ્રેસ વોર્ડ નંબર-7
  • અંકિતાબેન મગનજી ઠાકોર
  • વિમલાબેન સતિષદાન ગઢવી
  • દિગેશકુમાર ચંદ્રકાન્ત વ્યાસ
  • ઐયાઝમહંમદ ગુલામમહંમદ બાગબાન

    બીજેપી વોર્ડ નંબર-8
  • સુનિતા કનુભાઈ પટેલ
  • શિલ્પાબેન અતુલભાઈ જોષી
  • દીપકભાઈ મૂળચંદભાઈ પટેલ
  • કૌશલભાઈ અમરતભાઈ જોષી

    કોંગ્રેસ વોર્ડ નંબર-8
  • હસુમતીબેન કનુભાઈ પટેલ
  • પુષ્પાબેન ચંદુભાઈ દરજી
  • વિશાલદીપ પ્રમોદકુમાર દવે
  • કાનનભાઈ હીરાભાઈ પટેલ

    બીજેપી વોર્ડ નંબર-9
  • કવિતાબેન જીતેન્દ્રકુમાર પ્રજાપતિ
  • નીલમબેન સંજયભાઈ જાની
  • દિલીપકુમાર અંબાલાલ પટેલ
  • પીયૂષભાઈ મૂળચંદભાઈ પટેલ

    કોંગ્રેસ વોર્ડ નંબર-9
  • મધુબેન જસવંતભાઈ મોદી
  • અમીતાબેન રાજેશકુમાર રાવલ
  • કનુભાઈ નરસિંહભાઈ પટેલ
  • આશિષભાઈ જગદીશભાઈ પ્રજાપતિ

    બીજેપી વોર્ડ નંબર-10
  • જયશ્રીબેન પાર્થસારથી પરમાર
  • જગૃતિબેન વિજયભાઈ મહેતા
  • જાગૃતિબેન વિજયભાઇ મોઢ
  • હસમુખભાઈ મોહનભાઇ પઢીયાર

    કોંગ્રેસ વોર્ડ નંબર-10
  • મીનાબેન મહેન્દ્રભાઈ માજીરાણા
  • જ્યોતિબેન શ્યામભાઈ વૈદ્ય
  • બોની ઇલેશકુમાર સોલંકી
  • જીતેન્દ્રકુમાર ધુડાજી ઠાકોર

    બીજેપી વોર્ડ નંબર-11
  • ગીતાબેન ધીરૂભાઈ પટણી
  • જશીબેન રાજેશભાઇ પ્રજાપતિ
  • જયેશભાઈ ખેમચંદભાઈ પરમાર
  • નરેશભાઈ ગોદડભાઈ પટેલ

    કોંગ્રેસ વોર્ડ નંબર-11
  • ભીખીબેન નારણભાઈ દેસાઈ
  • જાગૃતિબેન રમેશભાઈ સોલંકી
  • અશ્વિનભાઈ કાંતિલાલ પરમાર
  • નરેશભાઈ અમૃતભાઈ પટેલ

ABOUT THE AUTHOR

...view details