ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં બાઇક સ્લીપ થતા અકસ્માત, એક વિદ્યાર્થીનું મોત, એક ઘાયલ - sleep

બનાસકાંઠા:  જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ડીસાના વિશ્વકર્મા મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. આ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ  મોત નિપજ્યું હતું. અન્ય એકને ઇજા પહોંચી હતી. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

સ્પોટ ફોટો

By

Published : Feb 21, 2019, 11:47 AM IST

બનાસકાંઠામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડીસા શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 વર્ષીય હિતેશ અશોકભાઈ પ્રજાપતિ અને 25 વર્ષીય જીગરભાઈ ઈશ્વરભાઈ પરમાર ડીસાની ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા. જેઓ કોલેજથી છૂટયા બાદ બંને મિત્રનું બાઈક લઈ કામ અર્થે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જઈ રહ્યા હતા ત્યારે વિશ્વકર્મા મંદિરની સામે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ હતી. જેમાં બાઈક પર સવાર હિતેશભાઈ અશોકભાઈ પ્રજાપતિ અને જીગર ભાઈ ઇશ્વરભાઇ પરમાર બંને રોડ પર પટકાયા હતા.

રોડ પર પટકાતા હિતેશભાઈ અશોકભાઈ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે જીગર પરમારને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડીસા પોલીસ સ્ટેશને જાણ કરતા ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકોના મૃત્તદેહને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Banaskantha

ABOUT THE AUTHOR

...view details