ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાણાભાઈનો 49 મતોથી વિજય - ભાટવર ગ્રામ પંચાયતની ચૂંટણી

બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં જનરલ સીટમાં ગોહિલ રાણાભાઈની જીત થઈ હતી. 19 મી તારીખે યોજાયેલી ચૂંટણીની  21મી જાન્યુઆરીની તારીખે મત ગણતરી થતા ગોહિલ રાણાભાઈ નો 49 મતથી વિજય થયો હતો.

બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાણાભાઈનો 49 મતોથી વિજય
બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાણાભાઈનો 49 મતોથી વિજય

By

Published : Jan 22, 2020, 4:29 AM IST

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામમાં ગ્રામ પંચાયતની તારીખ 19-1-2020ના રોજ સરપંચ પદની પેટાચૂંટણી યોજાઇ હતી, જોકે 2122 મતદારો ધરાવતી ભાટવર ગ્રામ પંચાયતમાં 1793નું મતદાન થયું હતું, જેમાં મંગળવારના રોજ વાવ મામલતદાર કચેરીએ મત ગણતરી કરી ચૂંટણી અધિકારી વી.એમ. પટેલની અધ્યક્ષતામાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાણાભાઈ રેવાભાઈ દલિતને 896 મતો મળ્યા હતા, જયારે તેમના હરીફ ઉમેદવાર અજાભાઈ પ્રજાપતિ ને 847 મતો મળ્યા હતા જ્યારે નોટામાં 50 મતો પડ્યા હતા.

બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાણાભાઈનો 49 મતોથી વિજય

જેમાં રાણાભાઇ દલિતનો 49 મતોથી વિજય થયો હતો વિજેતા સરપંચ રાણાભાઈ રેવાભાઈ દલિતના સમર્થકોએ ફૂલ હાર પહેરાવી મીઠાઈની વહેંચણી કરી વિજેતા સરપંચનું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું. જોકે પૂર્વ સરપંચનું ભાટવર ગામ ના સરપંચ નું દુઃખદ નિધન થતા આ પેટા ચૂંટણી યોજાઈ હતી અને નિયમ અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણી યોજાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details