ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાઓ' કાર્યક્રમ યોજાયો - DISA latest news

ડીસા ખાતે કાર્યરત ડીએનપી ગર્લ્સ હાઇસ્કુલમાં ગુજરાત પોષણ અભિયાન 2020 અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાઓ' કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય સહિત આંગણવાડી કાર્યકર્તાઓ ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

disa
ડીસા

By

Published : Jan 25, 2020, 1:17 PM IST

બનાસકાંઠા : દીકરીઓ દીકરા સમાન બને તે માટે ગુજરાત સરકાર દ્વારા 'બેટી બચાવો બેટી પઢાઓ' કાર્યક્રમ ચલાવવામાં આવે છે. દીકરીએ લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને આજે મોટાભાગના લોકો દીકરીના જન્મથી નિરાશ થતા હોય છે. તેમજ લોકો માતાના ગર્ભમાં જ દીકરીઓનું મૃત્યુ કરી મોટું પાપ કરતા હોય છે. આજે દીકરાઓને સમાજમાં સૌથી મોટું સન્માન આપવામાં આવે છે. તેમજ દીકરીઓને મોટા પ્રમાણમાં લોકો સન્માન આપતા નથી, ત્યારે આવા કિસ્સાઓ બનતા અટકે તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 'બેટી બચાવો બેટી પઢાઓ' કાર્યક્રમ અંતર્ગત મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે.

ડીસા ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાઓ' કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમો દ્વારા આજે મોટાભાગે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. જેના કારણે લોકો દીકરીને દીકરા સમાન માની રહ્યા છે. પહેલા દીકરી અને માતા-પિતા અભ્યાસ કરતા હતા, પરંતુ જેમ-જેમ શિક્ષણનું પ્રમાણ વધ્યું અને સરકારની વિવિધ દીકરીઓ માટેની યોજનાઓના કારણે આજે મોટાભાગની દીકરીઓ સારો અભ્યાસ મેળવી અને દીકરાની જેમ પાયલોટ, પોલીસ, ડોક્ટર, વકીલ, એન્જિનિયર જેવી મોટી મોટી નોકરીઓ પણ કરી રહી છે.

ડિશાની ડીએનપી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગુજરાત પોષણ અભિયાન 2020 અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાઓ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા મહિલા જાગૃતિ કન્વીનર દ્વારા દીકરીઓને દીકરાની જેમ અભ્યાસમાં આગળ વધારવા માટે સમજણ પૂરી પાડવામાં આવી હતી. બીજી તરફ ડીસાના ધારાસભ્ય દ્વારા ખાસ કરીને પોતાના મત વિસ્તારની તમામ દીકરીઓ સારું શિક્ષણ મેળવી પોતાના પરિવારનું નામ રોશન કરે તેમજ અભ્યાસ ક્ષેત્રે વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સરકારી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાના બાળકોના પોષણમાં વધારો થાય અને કુપોષણનું પ્રમાણ ઓછું થાય તે માટે ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા આંગણવાડી મહિલા કાર્યકર્તાઓને પોષણ આહાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, બનાસકાંઠા જિલ્લામાંથી વિવિધ સંસ્થાઓની મહિલા કાર્યકર્તાઓ, આંગણવાડી કેન્દ્ર ચલાવતા કાર્યકર્તા મહિલા, બહેનો તેમજ ડીસા નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરો સહિત ડીએનપી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details