પાલનપુર :ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત-પાક સરહદે તૈનાત સીમા સુરક્ષા દળના જવાને (BSF Soldier Suicide) કથિત રીતે પોતાની સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. BSFના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.
BSF Soldier Suicide : બનાસકાંઠામાં BSFના જવાને ગોળી મારીને કરી આત્મહત્યા - BSF Soldier Suicide
બનાસકાંઠા જિલ્લામાં ભારત-પાક સરહદે તૈનાત સીમા સુરક્ષા દળના જવાને (BSF Soldier Suicide) કથિત રીતે પોતાની સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
BSF Soldier Suicide : બનાસકાંઠામાં BSFના જવાને ગોળી મારીને કરી આત્મહત્યા
આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ :
ભોમારામ રૂગારામ (44)એ સોમવારે લિંબડી ચેકપોસ્ટ પર પોતાને ગોળી મારી દીધી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માવસરીમાં મોકલી આપવામાં આવ્યો હતો. તેમજ મૃતક રાજસ્થાનના નાગૌરનો રહેવાસી હતો. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.