ગુજરાત

gujarat

ETV Bharat / state

વડગામમાં સેમ્ભર ગોગ મંદિર રોડ પર રીંછની લટારનો વીડિયો વાઇરલ - બનાસકાંઠાના સમાચાર

બનાસકાંઠા જિલ્લામાં જેસોર ખાતે રીંછ અભ્યારણ આવેલુ છે. જિલ્લામાં અનેક તાલુકાઓમાં રીંછ અને દીપડા અનેકવાર રસ્તા પર ફરતા જોવા મળે છે. ત્યારે વડગામના સેમ્ભર ગોગ મહારાજના મંદિર પાસે વહેલી સવારે રીંછ લટાર મારતા જોવા મળ્યો હતો.આ રીંછનો લટાર મારતો વીડિયો સ્થાનિકો દ્વારા લેવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

viral video
રીંછની લટાર

By

Published : Feb 1, 2021, 9:37 PM IST

  • વડગામના સેંમ્ભર ખાતે આવેલા ગોગ મહારાજના મંદિર પાસે લટાર મારતો રીંછ
  • રીંછનો લટાર મારતો વીડિયો સોશિયલ માડિયા પર વાઇરલ
  • સ્થાનિકો દ્વારા રીંછનો વીડિયો વાઇરલ કરાયો
    રીંછની લટાર

બનાસકાંઠા: વડગામમાં આવેલા સેમ્ભર ગોગ મહારાજના મંદિર પાસે રોડ પર રીંછની લટાર કેમેરામાં કેદ થતાં કુતુહલ સર્જાયું હતું.વહેલી સવારે મંદિરના રોડ પર રીંછ જોવા મળતા સ્થાનિકોએ મોજમસ્તી માટે રીંછનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો.

રીંછનો વીડિયો વાઇરલ ન કરવા અપીલ

ઉલ્લેનીય છે કે, સ્થાનિકો દ્વારા વીડિયો વાઇરલ કરતા એક વ્યક્તિએ આ વીડિયો વાઇરલ નહિ કરવા લોકોને અપીલ કરી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ દ્વારા લોકોને અપીલ કરાઇ રહી છે કે આવો વીડિયો પરવાનગી વિના બનાવવો તે ગુનો છે.બીજી તરફ દિવસના સમયે અહીં મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા પણ આવતા હોવાથી રીંછની લટારથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details