ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News: બનાસકાંઠાના ચાર તાલુકાના તળાવો પાણીથી ભરવા રાજ્ય સરકારે 1200 કરોડની યોજનાને આપી સૈદ્ધાંતિ મંજૂરી - BJP

બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત એ નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે વિકટ સમસ્યા છે. આ વિકટ સમસ્યાને હળવી કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. બનાસકાંઠાના 4 તાલુકાના તળાવોને પાણીથી ભરવા રાજ્ય સરકારે 1200 કરોડની પાઈપલાઈનની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વાંચો બનાસકાંઠાની પાણીની વિકટ સમસ્યા અને તેના નિવારણ વિશે વિસ્તારપૂર્વક

બનાસકાંઠાના 4 તાલુકાના તળાવો પાણીથી ભરાશે
બનાસકાંઠાના 4 તાલુકાના તળાવો પાણીથી ભરાશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 1:51 PM IST

Updated : Sep 4, 2023, 3:09 PM IST

1200 કરોડની યોજનાને રાજય સરકારની મંજૂરી

બનાસકાંઠાઃ ડીસા પંથકમાં તળિયે ગયેલા ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો, ખેડૂતો, રાજકીય નેતાઓ પણ આ સમસ્યા માટે રજૂઆતો કરતા જોવા મળે છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી આ સમસ્યાને ઉકેલવા માટે કટિબદ્ધ છે. તેમણે રાજ્ય સરકારને આ પંથકમાં પાણીની સમસ્યા દૂર કરવા અનેક રજૂઆતો કરી હતી. આ પ્રયત્નો સફળ રહ્યા છે અને તેનું ફળ હવે ડીસા પંથકના લોકોને, ખેડૂતોને મળવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે 1200 કરોડની પાઈપલાઈન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

સરકાર દ્વારા ગામડે ગામડે તળાવ ભરવાનુ નક્કી કરવામા આવ્યુ અને તેનાં કામ માટે 1200 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે એ ખૂબ સારી બાબત છે. સરકાર પાસે અમારી હવે એજ આશા છે કે આ કામ જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરવામા આવે જેથી ખેડુતો ખેતી અને પશુપાલન કરી શકશે...બાબુ સુથાર(ખેડૂત, ડીસા)

ચાંગા-દાંતીવાડા અને થરાદ-સીપુ પાઇપલાઈન બાદ વચ્ચેના ગામો ને સમાવવા આપણા મૃદુ અને સમસ્યાઓને સંકલન થકી નિવારવા પ્રયત્નશીલ મુખ્યપ્રધાન ભુપેદ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજી બાવળીઆએ દિયોદર તાલુકાના વડિયા ગામથી પશ્ચિમી ભાગોના ગામોને નર્મદા કેનાલ કમાંડ એરિયામાં સમાવિષ્ટ કરવા માટે અંદાજીત ૧૨૦૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની યોજનાન સિદ્ધાંતિક મંજૂરી આપી છે. પાઇપલાઈનના 3 કિ.મી. ત્રિજયામાં આવતા તમામ તળાવો ભરવામાં આવશે. જ્યારે બોર બનાવી ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની કામગીરી કરાશે.જેનાથી ખેડૂતો સમૃદ્ધ બનશે...પ્રવિણભાઈ માળી(ધારાસભ્ય, ડીસા)

4 તાલુકાના તળાવોને પાણીથી ભરાશેઃ આ યોજના અંતર્ગત પાઈપલાઈન દ્વારા પાણીને લાવવામાં આવશે. આ પાણીથી 4 તાલુકાના તળાવોને પાણીથી છલોછલ કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો પ્રયાસ કરાશે. દિયોદર તાલુકાના વડીયાથી પસાર થતી નર્મદા નહેરમાંથી પાઇપલાઈન નાખી ડીસા તાલુકાના જેરડા ગામના ગુલાબસાગર તળાવમાં પાણી લાવવામાં આવશે. જેના પરિણામે આ સમગ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે મળતા પાણીના જથ્થામાં વધારો થશે.

  1. Gir Somnath Farmer Issue : કિસાન સૂર્યોદય યોજનાનો મધ્યાને સૂર્યાસ્ત, અપૂરતા વીજ પૂરવઠાથી ખેડૂતો પરેશાન
  2. Machhu-1 Dam Morbi: શિયાળુ પાક માટે પાણી છોડાતાં 30 ગામના ખેડૂતોને લાભ
Last Updated : Sep 4, 2023, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details