બનાસકાંઠા: જિલ્લામાં સામાન્ય વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં છે. બુધવારે સાંજથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો હતો. જેમાં અમીરગઢ પંથકમાં 24 કલાક દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં ગુરુવારે વહેલી સવારે વરસાદી ઝાપટું પડતાં સલોત્રા પાસે આવેલા રેલવે નાળામાં પાણી ભરાઈ ગયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં - અમીરગઢના તાજા સમાચાર
બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. આ ઉપરાંત વીજળી પડતાં 2 પશુના મોત થયાં છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રેલવેના નાળામાં 3 ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દર વર્ષે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા નાળામાંથી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેના કારણે દર વર્ષે ચોમાસામાં અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ નાળામાં પાણી ભરાઈ જવાના કારણે અંદાજે 10 જેટલા ગામના લોકોને અવર-જવરમાં ભારે તકલીફ ભોગવવી પડે છે.