બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના નરસિહ ચૌધરીના પુત્ર નીતિન ચૌધરી અને ટાકરવાડા ખાતે રહેતા રાજેન્દ્ર રાણાએ સ્વિઝરલેન્ડ ખાતે યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેન્ટિક જુનિયર ચેમ્પિયનશિપ 2019ની નોટ વિલ રમતમાં ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.
બનાસકાંઠાના રમતવીરોએ વિદેશોમાં ભારતનું નામ કર્યું રોશન, ચક્રફેકમાં જીત્યો ગોલ્ડ - બનાસકાંઠા
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમત-ગમત વિશે જાણતા થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના બે રમતવીરોએ સારુ પ્રદર્શન કરતા વિદેશની ધરતી પર ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ પેરા એથ્લેન્ટિક જુનિયર ચેમ્પિયનશિપ 2019ની નોટ વિલ સ્વિઝરલેન્ડ ખાતે યોજાઈ હતી. આ રમત-ગમતમાં બનાસકાંઠા જિલ્લાના બે રમતવીરોએ સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
બનાસકાંઠાના કુશ્કલના રમતવિરોએ વિદેશોમાં પણ ભારતનું નામ રોશન કર્યું
વર્લ્ડ પેરા એથ્લેન્ટિક જુનિયર ચેમ્પિયનશિપ 2019ની નોટ વિલ સ્વિઝરલેન્ડ ખાતે યોજાયેલ રમત-ગમતમાં બનાસકાંઠા જિલ્લાના બે રમતવીરોએ સારું પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેથી કુશકલ ગામના લોકોએ તેમના સન્માન કરવા માટે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કુશકલ ગામના લોકોએ આ બંને રમતવીરોનું સ્વાગત તેના પરિવાર સાથે કર્યું હતું અને હજુ પણ આ બને રમતવીરો આગળ વધી ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપી હતી.