નાવીસણા ગામમાં શોકનો માહોલ બનાસકાંઠા :મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાવીસણા ગામમાં પ્રકાશભાઈ જોશી પોતાના પરિવાર સાથે ગુજરાત ચલાવતા હતાં. તેમની ઘર આગળ કપડા સુકાવવા માટે એક વળગણી બાંધેલી હતી અને તે વળગણી થાંભલાની સાથે એક છેડો બાંધેલો હતો. ત્યારે આજે વહેલી સવારે પ્રકાશભાઈનો પુત્ર રુદ્ર કપડાં સુકાતા હતાં ત્યાં કંઇક કપડું લેવા માટે ગયો હતો ત્યારે એને અચાનક ભેજના કારણે વીજ શોક લાગ્યો હતો.
એક પછી એક દરેકને શોટ લાગ્યો : રુદ્રને કરંટ લાગતાં તેના માતા ભાવનાબેન તેને કરંટમાંથી છોડાવવા માટે જતાં તેઓ પણ ત્યાં જ કરંટના ભોગ બન્યા હતાં. ત્યારે આ બંનેને કરંટ લાગતા જોઈ પ્રકાશભાઈ જોશી આ બંનેને કરંટમાંથી છોડાવવા ગયા હતાં. ત્યારે તેઓ પણ આ વીજ કરંટનો ભોગ બન્યા હતાં. આમ એક પછી એક ત્રણેયને શોટસર્કિટ થતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.
આજે વહેલી સવારે અમારો પુત્ર કપડું લેવા માટે ગયો હતો, ત્યારે તેને અચાનક કરંટ લાગ્યો હતો. એને કરંટમાંથી છોડાવવા માટે તેના મમ્મી ગયાં જેથી એમના મમ્મીને પણ કરંટ લાગ્યો અને આ બંનેને કરંટમાં જોઈને તેના પપ્પા એટલે કે પ્રકાશભાઈ તેમને છોડાવવા માટે ગયાં ત્યારે તેમને પણ કરંટ લાગ્યો હતો. જેથી ત્રણેયના મોત નીપજ્યા છે. અમે વિદ્યુત બોર્ડમાં અનેકવાર રજૂઆતો કરી છે કે આ ઘર આગળ જે થાંભલો આવેલો છે તો તેની આજુબાજુ આવેલા ઝાડ કપાવો અને આ થાંભલાનું કંઈક કરો. પરંતુ તેમના દ્વારા કોઈ જાતના પગલાં ભરવામાં ન આવતા આજે છેવટે એક જ પરિવારના ત્રણ સભ્યોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.. કીર્તિભાઇ જોશી (મૃતકોના પરિવારજન)
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતાં અનેે પતિપત્ની અને પુત્ર એમ ત્રણેયને વડગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.જોકે સારવાર દરમિયાન આ ત્રણેયનું મોત નીપજ્યું હતું. જેને પગલે નાવીસણા ગામમાં માતમનો માહોલ સર્જાયો હતો. મૃતકના સગા સંબંધીઓની પ્રતિક્રિયા આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ થાંભલો હટાવવા વિદ્યુત બોર્ડને ઘણીવાર કહેવામાં આવેલું પણ કંઇ કરવામાં ન આવતાં છેવટે આજે આ દુર્ઘટના બની છે.
- Vadodara News : ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમ માટે બેનર લગાવતાં યુવકનું કરંટથી મોત, પરિવારની ન્યાયની માંગ
- Hyderabad News: હૈદરાબાદમાં વીજ કરંટ લાગવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
- Surat News: સુરતમાં 14 વર્ષીય કિશોરને કરંટ લાગતા મોત થયું