ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News : ગૌમાતા પોષણ યોજના સહાય ન મળતા હાલત કફોડી, સરકારને પત્ર લખાયો - ગૌશાળા અને પાંજરાપોળ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળને ત્રણ મહિનાથી મળી નથી. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સરકારને પત્ર લખી સહાયની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે

Banaskantha News : ગૌમાતા પોષણ યોજના સહાય ન મળતા હાલત કફોડી, સરકારને પત્ર લખાયો
Banaskantha News : ગૌમાતા પોષણ યોજના સહાય ન મળતા હાલત કફોડી, સરકારને પત્ર લખાયો

By

Published : May 3, 2023, 10:26 PM IST

સહાયની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ

બનાસકાંઠા : ગુજરાતમાં 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે કોરોના મહામારી બાદ દાનની આવક ઘટતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની હાલત હાલત કફોડી બનતા સંચાલકોએ આંદોલન કર્યું હતું. બાદમાં સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરી દર વર્ષે ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડ રૂપિયા સહાય ચૂકવવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળને છેલ્લા ત્રણ મહિનાની સહાય ચૂકવવા વિલંબ થયો છે.

17 કરોડની સહાય બાકી : બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં કચ્છ પછી બીજા ક્રમે સૌથી વધુ પશુઓ અને પાંજરાપોળ આવેલી છે. જેમાં સરકાર દ્વારા દર મહિને 203 ગૌશાળા અને પાંજરાપોળના 64 હજાર જેટલા પશુઓને અંદાજિત સાડા 5 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવે છે. જેમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનાની 17 કરોડ જેટલી સહાય સરકાર દ્વારા હજુ સુધી ચૂકવાઈ નથી. સહાયમાં વિલંબ થતા જ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની મુશ્કેલી ઊભી થઈ છે.

ઘાસચારાનો ભાવ ડબલ :ઉનાળાની શરૂઆત સાથે જ ઘાસચારાનો ભાવ પણ ડબલ થઈ ગયો હોવાથી પશુઓના રખરખાવનો ખર્ચ વધી ગયો છે. તો બીજી તરફ સહાય પણ હજુ સુધી મળી નથી. જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ભારે સંકડામણ અનુભવી રહ્યા છે. તેવામાં સંચાલકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડના સચિવને પત્ર લખી સહાય ચૂકવવાની માંગ કરી છે.

આ પણ વાંચો સહાયનો એક પણ રૂપિયો ન મળતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ ભુજ નલિયા હાઈવે પર કર્યો ચક્કાજામ

સંચાલકોની હાલત કફોડી :બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળામાં પાણી અને ઘાસચારાની તીવ્ર અછત સર્જાય છે અને તેના કારણે જ પશુઓનો રખરખાવ કરતા લોકોને બમણી અને ત્રણ ઘણી કિંમતે ઘાસચારો લાવીને પશુઓનો નિભાવ કરવો પડે છે. તેવામાં દાન અને સહાય પર ચાલતી ગૌશાળાઓના સંચાલકોની હાલત પણ કફોડી બની ગઈ છે ત્યારે સરકાર તાત્કાલિક સહાયની રકમ ચૂકવે તો સંચાલકો રાહત અનુભવી શકે તેમ છે.

ઘાસચારા ઉત્પાદકો એડવાન્સમાં રુપિયા માગે છે : બનાસકાંઠા જિલ્લાની અંદર 203 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે અને 90 હજાર કરતાં પણ વધારે ગૌવંશ સહીતના પશુઓ આશ્રિત છે અને તમામે તમામ પ્રશુધનો જે હોય છે. ખેડૂતોના બિનઉપયોગી કતલખાને લઈ જવાતા બચાવેલા પશુઓ છે ત્યારે વર્તમાનની સ્થિતિ જોઈએ તો ઉનાળાની અંદર ચોમાસાની ભેળસેળ ચોમાસુ ઉનાળાની અંદર ફરક ખ્યાલ લાગે છે એના કારણે પહેલાથી પાણી બીજી બાજુ ઘાસચારો બગડી ગયો છે. એટ્લે કે જે ઘાસચારો 4 રુપિયાવાળો હતો એના આજે 8,10 રૃપિયા થઇ ગયા છે. પહેલા દસ દિવસ 15 દિવસ બાકીમાં ઘાસચારો આપતા હતાં. ત્યારે એની જગ્યાએ અત્યારે એડવાન્સમાં ઘાસચારાના રૂપિયા માગે છે.

આ પણ વાંચો સરકાર સહાય નહીં ચૂકવે તો દરરોજ 5000 પશુઓને છોડવાની ચિમકી, પાંજરાપોળ સંચાલકોમાં રોષ

અન્ય જિલ્લામાં ચૂકવાઇ ગઇ :સરકારે જે સહાય જાહેર કરી હતી બજેટના અંદર 22/23 નાં એ વરસની આપી નથી. એના પૈકીના 6 મહિનાના ઠરાવ થયો અને એના પછીના જાન્યુઆરી ફેબ્રુઆરી માસની ત્રણ મહિનાની સહાય છે. એપ્રિલ પૂરો થયો મેં મહિના શરૂઆત થઇ તેમ છતાં પણ હજી સુધી એક પણ સંસ્થાને રૂપિયો ચૂકવ્યા નથી. આજુબાજુના અંદર કચ્છ છે એવા અન્ય જિલ્લાઓની અંદર સહાય ચૂકવાઈ ગઇ છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર સહાય ન ચૂકવાતા ફરી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારને વિનંતી છે કે કચ્છમાં બધી જગ્યાએ ચૂકવાઈ ગઇ છે. ટેકનિકલ ખામી કે જે પણ ખામી હોય એ ગૌશાળા પાંજરાપોળના સંચાલકો તો ગૌશાળા નિભાવની સેવાના હેંતુથી છે ટેકનિકલ અથવાતો સરકારી તંત્રના લેવલે હશે. જે પ્રોબ્લેમ હોય તે સોલ કરી સત્વરે તમામ ગૌચર અને પાંજરાપોળને સહાય કરશે તો નિભાવ સરળ બનશે.

સત્વરે સહાય આપો : ગઆ બાબતે ગૌશાળા સંચાલક ભરતપુરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે જે ત્રણ મહિનાથી જે સહાય ચૂકવણી નથી. ત્યારે કરજ કરીને ઘાસચારો લેવામાં આવે છે અથવા જે તે પગાર બીજા ચૂકવવાના હતા તે અત્યારે ઉધાર લઈને ચૂકવે છે. ત્યારે પરિસ્થિતિ એવી છે કે જે ખેડૂતો બાકીમાં ઘાસચારો આપતા હતાં તેઓએ અત્યારે સ્પષ્ટ ના પાડી દીધી છે. અત્યારે ઉનાળાની ગરમીમાં ગાયોને લીલો ઘાસચારો આપવો પડે ત્યારે આવી પરિસ્થિતિમાં પહોચી વળવું એ નાની સંસ્થા કે મોટી સંસ્થા માટે મુશ્કેલ છે. મોટી સંસ્થાઓમાં આઠ દસ હજાર ગાયોનો નિભાવ થતો હોય, એ બિનઉપયોગી હોય કંઇ દૂધ બીજું આપતી ન હોય. આ પશુઓ એવાં છે કે જે કતલખાને લઈ જવાતા હોય અને બચાવેલા હોય અને જે ખેડૂતોને બિનજરૂરી પશુઓ હોય આ બધા પશુઓ સંસ્થાઓ રાખતી હોય છે. ત્યારે સરકાર આ બાબતે સમયસર ધ્યાન દોરી સત્વરે સહાય આપે તેવી અમારી માંગ છે.

નિયામકે ચૂકવણાંની ખાતરી આપી : આ બાબતે નાયબ પશુપાલક નિયામકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2022-23થી સરકારે શરૂ કરેલ છે. તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુલ 202 ગૌશાળા પાંજરાપોળના 64,000 જેટલા પશુને અત્યાર સુધીમાં 92 દિવસનાં એટલે કે ઓક્ટોબર ,નવેમ્બર અને ડિસેમ્બરના 92 દિવસના 17.65 કરોડ ચૂકવેલ છે. જાન્યુઆરીથી માર્ચ સુધીની બીજી દરખાસ્તો અત્રેની કચેરી હતી 13 /4 ના રોજ જિલ્લા કક્ષાની કમિટીથી ગાંધીનગર ગૌશાળા આયોગમાં મોકલાવેલા છે જેનું ટૂંક સમયમાં ચૂકવણું થનાર છે.

ABOUT THE AUTHOR

...view details