ણમાં રેલાયા સંગીતના સૂર, મિત્તલ રબારીનો કંઠ સોશિયલ મીડિયાના યુઝર્સને કર્ણપ્રિય બન્યો બનાસકાંઠા:આજના આ યુગમાં સોશિયલ મીડિયા એક્ટિવ થતા દેશભરમાં ખૂણે ખાંચરે પડેલી પ્રતિભાઓ બહાર આવવા લાગી છે. અનેક લોકોમાં પડેલી વિવિધ શક્તિ, કૌશલ્ય અવાજનો જાદુ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણવા મળ્યો છે અને તેઓની દુનિયા પણ બદલાઈ જવા પામી છે. જેનું તાદશ્ય ઉદાહરણ ઓરિસ્સાના રેલવે સ્ટેશન પર ગીત ગાતી રાનુ મંડલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધનાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મિત્તલ વેલાભાઈ રબારી નો "કાળી વાદળી તું ને બે ઘડી વિનવે બે ઘડી નાચી લે રે ગીત" ગાતો વિડીયો વાયરલ થતા સૌ કોઈ તેનો અવાજ સાંભળી અવાક બની ગયા છે.
આ કિશોરીનો કોયલ જેવો કંઠ સાંભળી લોકો પણ હરખાઈ રહ્યા છે સરહદ પાસે સંગીત:બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. મોટાભાગે સરહદી વિસ્તારમાં નાના અને મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરે છે. આ પરિવારોમાં અનેક અદ્ભુત શક્તિઓ રહેલી છે. પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ ન મળતું હોવાના કારણે તેમની પ્રતિભા બતાવી શકતા નથી. ત્યારે સરહદી સુઈગામ તાલુકાના ધનાણા ગામની મિત્તલ રબારી નો ગીત ગાતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
"અમારી શાળામાં રોજ શિક્ષકો દ્વારા અમને પ્રાર્થનામાં ગીત ગવડાવવામાં આવે છે. ત્યારે હું સારી રીતે ગીત ગાઈ શકું છું એટલે મને શિક્ષો કોઈ પ્રોત્સાહન આપ્યું અને પ્રાર્થના માં ગાવા માટે તક આપી એટલે હું આજે સારું ગાઈ શકું છું. અને મારું સપનું છે કે હું ભવિષ્યમાં મોટી સિંગર બનુ"--મિત્તલ રબારી ( વિદ્યાર્થીની ગાઈકા)
પિતા ઘેટા બકરા ચરાવે છે: મિત્તલને લોકો દ્વારા પોતાની ગીત ગાવાની કલાને લઈ લોકોનો આવકાર પણ મળી રહ્યો છે. મિત્તલના પિતા વર્ષોથી ઘેટા બકરા ચરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં તેમને બે પુત્ર અને એક પુત્રી છે. જેમાંની સૌથી નાની મિત્તલ રબારી છે. નાનપણથી જ મિત્તલને ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો. જેના કારણે અવારનવાર મિત્તલ મોબાઈલ દ્વારા ગીતો સાંભળી જાતે જ ગાતી હતી. આજે જ્યારે તેનું ગીત ગાતો સોશિયલ મીડિયામાં થયેલા વિડીયો વાયરલ બાદ લોકોનો જે આવકાર મળી રહે છે. તેને લઈ પરિવારમાં અને શિક્ષક ગણમાં પણ ખુશી જોવા મળી રહી છે.
બનાસકાંઠામાં કિશોરી કોયલ જેવા કંઠમાં ગાઈ રહી છે મધુર ગીતો
"હું ઘેટા બકરા ચલાવીને મારા પરિવારનો ગુજરાન ચલાવું છું અને મારા બાળકો ભણી ગણીને હોશિયાર થાય અને કંઈક સારી પોસ્ટ ઉપર જાય એવું મારું સપનું છે અને મારી દીકરી છે એનો અવાજ સારો હતો તે રોજ ગીતો ગાતી હોય છે અને મારું પણ એ દીકરી પ્રત્યેનું સપનું છે કે મારી દીકરી મોટી સિંગર બને અને આવનાર સમયમાં મોટા કાર્યક્રમો કરે મારી છોકરી હાલ જે પણ ગાઈ શકે છે તેમાં અમારા ગામના તમામ લોકોનો સાથ સહકાર છે શાળાઓનો શિક્ષકોનો પણ સાથ સહકાર છે એટલે તમામનો દિલથી આભાર માનું છું"--વેલાભાઈ દેસાઈ( મિત્તલના પિતા )
દીકરીને લઈ સ્વપ્ન જોયું:પિતાનું એકસપનું હતું કે પોતાની વ્હાલસોયી દીકરી મિત્તલ ભણી ગણીને આગળ વધે જેના કારણે પિતા ઘેટા બકરા ચરાવી અને પોતાની દીકરીને અભ્યાસ કરાવતા હતા. પરંતુ આજે જે પ્રમાણે તેનો સુર અદભુત સામે આવે છે. તેને લઇ પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે. મિત્તલના પિતા વેલાભાઈ રબારીનું માનું છે કે આજે જે પ્રમાણે તેમની દીકરીને લોકોનો પ્રેમ મળી રહે છે તેના કારણે આનંદ થઈ રહ્યો છે. આગળ જઈ વર્ષોથી જે પિતાએ પોતાની દીકરીને લઈ સ્વપ્ન જોયું હતું તે પૂરું થાય તેવી હાલ પિતા આશા રાખી રહ્યા છે.
રોજ પ્રેક્ટિસ કરાવતા:ઈટીવી ભારત સાથેની વાતચીતમાં શાળાના પ્રિન્સિપાલ જણાવ્યું હતું કે," અમારી શાળામાં બાળકોને રોજ પ્રાર્થનામાં લોકગીત પ્રાર્થના ગાવાનો ચાન્સ આપવામાં આવે છે. ત્યારે આ દીકરીને પણ અમે પ્રાર્થનામાં ગાવા માટે ઊભી કરતા હતા. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ દીકરીના અવાજમાં દમ છે અને અવાજ ખૂબ સારો છે. એટલા માટે અમે અને રોજ પ્રેક્ટિસ કરાવતા અને ગવડાવતા ત્યારે એક સ્પર્ધામાં તેને ભાગ લીધો હતો. સમયે એણે બહુ સારું ગીત ગાયું હતું અને એ સમયે જે વિડીયો બનાવ્યો એ સુશીલ મીડિયામાં વાયરલ થયો તેથી આજે આ દીકરી સારું ગાઈ શકે છે એ માટે અમારા શિક્ષકોએ જે પણ કરવું પડે એને આગળ વધવા માટે જેટલો અમે આને સહયોગ કરીશું.
- Patan Viral Video: પાટણમાં વીજકર્મીના લાઈટબિલ ગીત સામે યુવકનો વીજ તંત્રની ટીકા કરતો વિડીયો વાયરલ
- Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વીડિયોની લોકપ્રિયતા વધી