ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Crime News: બનાસકાંઠામાં રાજસ્થાનથી કચ્છ તરફ લઈ જવાતું દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું, બનાસકાંઠા પોલીસ ઊંઘતી ઝડપાઈ - કચ્છ કાઠિયાવાડમાં લઈ જવાતો હતો દારૂ

રાજસ્થાનમાંથી ગુજરાતના કચ્છ અને કાઠીયાવાડમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઓપરેશન ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે પાર પાડ્યું છે. સીઆઈડી ક્રાઇમની ટીમે ડીસાના કંસારી નજીકથી જીપ્સમ પાવડર ની આડમાં દારૂ ભરીને લઈ જતું કન્ટેનર ઝડપી રૂપિયા 27 લાખના દારૂ સાથે રૂપિયા 47 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાંચો ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનું રોમાંચક ઓપરેશન.

બનાસકાંઠામાં ફરીથી પકડાયો દારૂ
બનાસકાંઠામાં ફરીથી પકડાયો દારૂ

By

Published : Aug 15, 2023, 8:37 PM IST

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે પાર પાડ્યું ઓપરેશન

બનાસકાંઠાઃ સમગ્ર દેશમાં એક તરફ આઝાદી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ ગાંધીના ગુજરાત જેમાં નશાબંધી છે તેમાં 27 લાખના દારૂ સાથે 47 લાખનો મુદ્દામાલ પકડાયો છે. માત્ર દારૂ પકડાયો છે તેટલું જ નહી પરંતુ રાજસ્થાનમાંથી ગુજરાતના કચ્છ અને કાઠીયાવાડમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઓપરેશન ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે પાર પાડ્યું છે. સીઆઈડી ક્રાઇમની ટીમે ડીસાના કંસારી નજીકથી જીપ્સમ પાવડર ની આડમાં દારૂ ભરીને લઈ જતું કન્ટેનર ઝડપી રૂપિયા 27 લાખના દારૂ સાથે રૂપિયા 47 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કેવી રીતે પાર પાડ્યું ઓપરેશનઃ ગુજરાતમાં દારૂબંધી હોવાથી રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લાના માર્ગોએ થઈ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનો મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા અવારનવાર દારૂ ભરેલા વાહનો પકડવામાં આવે છે ત્યારે આજે ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી નજીકથી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે દારૂ ભરીને જતું કન્ટેનર ઝડપી લીધું હતું. પોલીસ ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી જીપ્સમ પાવડરની આડમાં કન્ટેનરમાં મોટા જથ્થામાં દારૂ ભરીને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડ વિસ્તારમાં પહોંચવાનું છે. જેથી સીઆઈડીની ટીમે ખાનગી વેશમાં વોચ ગોઠવી હતી. બાતમી મળ્યા મુજબનું કન્ટેનર આવતા ડીસા તાલુકાના કંસારી ગામ નજીક અટકાવી દીધું હતું.

જિપ્સમ પાવડરની આડમાં દારૂની હેરફેરઃ પોલીસે તપાસ કરતા કન્ટેનરમાં પાછળના ભાગે જીપ્સમ પાવડરના કટ્ટા ભરેલા હતા. જ્યારે અંદરના ભાગે વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી હતી. પોલીસે કન્ટેનર ડીસા તાલુકા પોલીસ મથકે લાવતા અંદરથી કુલ રૂપિયા 27 લાખની કિંમતની 13,980 બોટલ વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કન્ટેનર સહિત 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કન્ટેનર ચાલક માલારામ સોનારામ જાટ ની અટકાયત કરી હતી. આ દારૂ રાજસ્થાન થી ભરી કચ્છ અને કાઠીયાવાડ તરફ લઈ જવાતો હતો.

બનાસકાંઠામાં અનેકવાર ઝડપાય છે દારૂઃબનાસકાંઠા જિલ્લો એ ગુજરાતના છેવાડાનો જિલ્લો છે અને રાજસ્થાનની સરહદ પર આવેલો છે અને રાજસ્થાનમાં દારૂની છૂટ હોવાને કારણે દારૂની હેરાફેરી બનાસકાંઠા જિલ્લામાંથી થતી રહે છે. તેથી પોલીસ દ્વારા અનેક વાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતી વખતે ઝડપી લેવામાં આવે છે પરંતુ તેમ છતાં બુટલેગરો દ્વારા અલગ અલગ પ્રકારના કિમીયાઓ કરી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે.

અમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક કન્ટેનર જીપ્સમ પાવડરની આડમાં દારૂ ભરીને કચ્છ તરફ જઈ રહ્યું છે ત્યારે અમે કંસારી નજીક વેશ પલટો કરીને વોચ ગોઠવી હતી તે દરમિયાન દારૂ ભરીને આવી રહેલ કન્ટેનરને હાથ કરી ઊભું રખાવીને કન્ટેનરમાં ચેક કરતા જીપ્સમ પાવડરની આડ માં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. અમારી ટીમ દ્વારા 27 લાખના દારૂ સાથે કુલ 47 લાખના મુદ્દા માલ ઝડપી પાડી કન્ટેનર ભરેલ દારૂને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને કન્ટેનરના ડ્રાઇવરની અટકાયત કરી છે અને આ દારૂ કઈ જગ્યાએ લઈ જવા તો હતો અને કોણે મંગાવ્યો હતો એ દિશામાં હાલ અમારી ટીમ દ્વારા તપાસ ચાલુ છે...સંજય શર્મા (પીએસઆઈ, સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ)

બનાસકાંઠા પોલીસ ઊંઘતી ઝડપાઈઃબનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂનું વેચાણ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાંથી વિજિલન્સ ની ટીમે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હતો ત્યારે ડીસા પોલીસ પણ ઊંઘથી ઝડપાઈ હતી. હવે ફરી એકવાર ડીસાના કંસારી પાસેથી ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે 47 લાખના મુદ્દા માલ સાથે દારૂ ઝડપ્યો છે. જેનાથી સાબિત થાય છે કે જે પ્રમાણે દારૂની હેરાફેરી થઈ રહી છે તે પ્રમાણે બનાસકાંઠા પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

  1. બનાસકાંઠાની મંડાર પોલીસે અમૂલ દૂધના ટેન્કરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
  2. દિવા તળે અંધારું, ઉચ્ચ પોલીસ અધિકારીની ગાડીમાંથી આ રીતે ઝડપાયો વિદેશી દારૂ

ABOUT THE AUTHOR

...view details