ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતરનો જથ્થો પૂરો પડાયો - latest news of Lack of urea fertilizer

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. ત્યારે ડીસામાં યુરીયા ખાતરનો જથ્થો ઉતરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ ખેતીવાડી વિભાગે ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વહેલી તકે ખાતર પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.

banaskantha
બનાસકાંઠા

By

Published : Jan 5, 2020, 6:23 PM IST

યુરિયા ખાતરની તંગી વચ્ચે ડીસા રેલવે સ્ટશને 42 હજાર ખાતરની બોરી ઉતરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. કારણ કે, છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. જેના કારણે ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભુ રહેવું પડતું હતું. તો ક્યારે બમણા ભાવ આપીને ખાતર ખરીદવું પડતું હતું.

યુરિયા ખાતરની તંગીની સમસ્યાનો આવ્યો અંત
ખાતરની જરૂરિયાત હોવાના કારણે તેઓ આર્થિક નુકસાન વેઠીને પણ ખાતર ખરીદવા મજબૂર બન્યા હતા. ત્યારે ડીસામાં 19 હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉતરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રવિવાર સવારે યુરિયા ખાતર તાલુકા મથકે ઉતારી લોડિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા દરેક તાલુકામાં વહેલી તકે ખાતર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details