બનાસકાંઠાઃ જિલ્લાનો કોરોના રિકવરી રેટ 85.88 ટકા પર પહોંચ્યો છે. કોરોનાને પરાસ્ત કરનારા કુલ-73 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાં હવે માત્ર 8 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
બનાસકાંઠા જિલ્લાનો કોરોના રિકવરી રેટ 85.88 ટકા પર પહોંચ્યો બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સો અને મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની રાત-દિવસની અથાગ મહેનતે રંગ લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 85.88ટકા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને પરાસ્ત કરનારા અત્યાર સુધી કુલ-73 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથીરજા અપાઇ છે. જિલ્લામાં કુલ-85 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી કુલ-73 દર્દીઓ સાજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં હવે માત્ર 8 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 અને ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોસ્પિટલમાં 5 તથા 1- ધારપુર મેડીકલ કોલેજ ખાતે એમ કુલ-8 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 1 દર્દીની સ્થિતિ ક્રિટીકલ છે જયારે 7 દર્દીઓની સ્થિતિ સારી છે
તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. અત્રે ઉલ્લેનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 1658 અને 5 રાજસ્થાનના એમ કુલ-1663 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 1263 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
જયારે 85 સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી સાજા થયેલા 73 વ્યક્તિઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 4 દર્દીઓના મોત થયા છે. અને 323 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.