ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લો ફુવારા પદ્ધતિથી ખેતી કરવામાં સમગ્ર ભારત દેશમાં પ્રથમ - Cultivation by sprinkler method

બનાસકાંઠા જિલ્લો અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, ત્યારે જિલ્લાના ખેડૂતોએ ફુવારા પદ્ધતિથી ખેતી કરી સમગ્ર ભારત દેશમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને આ ખેતી કરવાની પદ્ધતિથી ડબલ આવક મેળવી રહ્યા છે.

ફુવારા પદ્ધતિથી ખેતી
ફુવારા પદ્ધતિથી ખેતી

By

Published : Jan 8, 2021, 4:04 PM IST

  • ફુવારા પદ્ધતિથી ખેતી કરવામાં સમગ્ર દેશમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ
  • ફુવારા સિંચાઈ પધ્ધતિ પાકને પાણી આપવાથી થાય છે ફાયદા
  • 3,60,808 હેક્ટર જમીનમાં 2,13,659 ખેડૂતોએ સુક્ષ્મ પિયત પધ્ધાતિ અપનાવી
  • ડ્રીપ ઈરીગેશન માટે સરકાર દ્વારા 70 થી 80 ટકા જેટલી સબસીડી

બનાસકાંઠાઃ જિલ્લો ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. 3,60,808 હેક્ટર જમીનમાં 2,13,659 ખેડૂતોએ સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી છે. જે રાજયના 20 ટકા વિસ્તાર થાય છે. પી. એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવામાં બનાસકાંઠા જિલ્લો રાજયમાં પ્રથમ ક્રમે છે. જિલ્લાના ખેડૂતોને રૂપિયા 2,000 લેખે રૂપિયા 256.37 કરોડ સહાય ચુકવવામાં આવી છે.

ફુવારા પદ્ધતિથી ખેતી

પશુપાલન ક્ષેત્રમાં પણ વિક્રમજનક પ્રગતિ

જિલ્લામાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં પણ વિક્રમજનક પ્રગતિ થઇ છે. જિલ્લા‍ના પશુપાલકો મબલખ દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. જિલ્લાના પશુપાલકો બનાસ ડેરીમાં દૈનિક સરેરાશ આશરે 57 લાખ લીટર દૂધ ભરાવે છે. પરિણામે દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં નંબર વન છે. નર્મદાનાં પવિત્ર નીરની બનાસકાંઠામાં પધરામણી થતાં જિલ્લાનો પશ્વિમ વિસ્તાર કે જે અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો તે હવે હરીયાળો અને સમૃધ્ધ બન્યો છે.

ફુવારા પદ્ધતિથી ખેતી

ખેતરમાં ઓછા પાણીએ સારી એવી આવક

બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાના 235 ગામની 1,66,588 હેકટર જમીનને નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવાનું આયોજન કરાયું છે. જે પૈકી 1,33,579 હેકટરમાં માઇનોરનાં કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. 81,412 હેકટર વિસ્તાગરમાં ખેડૂતો નર્મદાના પાણીથી ખેતી કરી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પોતાના ખેતરમાં ઓછા પાણીએ સારી એવી આવક મેળવી રહ્યા છે, જેના કારણે આવનારા સમયમાં ખેડૂતોને જે પાણીના તળ નીચે જઈ રહ્યા હતા તેની સમસ્યાથી છુટકારો પણ મળશે.

ફુવારા પદ્ધતિથી ખેતી

ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયથી ખેતીમાં વધારો

આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જ્યારે ખેતી કરવામાં આવે છે ત્યારે ઉત્પાદન અને નફા બંનેમાં વધારો થાય છે. તેવી જ રીતે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જેવી કે ડ્રીપ ઈરીગેશન એટલે કે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પાણીની ખપત અને તેના પગલે ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો નોંધાય છે. ગુજરાત સરકાર ખેડૂતો આ આધુનિક પદ્ધતિઓ વિશે જાણકારી મેળવે અને અપનાવે તે માટે સતત પ્રયત્નશીલ છે.

ફુવારા પદ્ધતિથી ખેતી

વિવિધ પ્રોજેક્ટનો લાભ લઈ ખેડૂતો કરી રહ્યા છે ઉત્તમ ખેતી

કેંદ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકાર ખેડૂતોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર ખેડુતો માટે વિવિધ પ્રકારની સહાયો અને સબસિડી આપતી હોય છે અને તેનાથી ખેડુતોને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે. સરકાર આ માટે વિવિધ યોજનાઓ મારફતે સહાય પણ આપે છે. ટપક સિંચાઈ યોજનાથી સરકારના ડ્રીપ ઈરીગેશનના પ્રોજેક્ટ અને સબસિડીથી બનાસકાંઠાના ખેડૂતો આગળ આવ્યા છે અને ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. સરકારે શરૂ કરેલા વિવિધ પ્રોજેક્ટનો લાભ લઈ ખેડૂતો ઉત્તમ ખેતી કરતા થયા છે. છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો ડ્રીપ ઈરીગેશનથી ખેતી કરી રહ્યા છે અને તેના કારણે ખેડુતોને વધુ પ્રમાણમાં ફાયદો થયો છે. ડ્રીપ ઈરીગેશન માટે સરકાર 70 થી 80 ટકા જેટલી સબસીડી આપે છે.

ફુવારા સિંચાઈ પદ્ધતિમાં પાકને વરસાદના રૂપમાં પાણી આપવાથી થતાં ફાયદા

પાણીનો 30 થી 50 ટકા બચાવ થતો હોવાથી આપણી પાસે રહેલા પાણીના જથ્થાથી વધુ વિસ્તાર પિયત તળે લાવીને ઉત્પાદનમાં વધારો લાવી શકાય છે. કમોદ અને શણ સિવાયના કોઈપણ પાક માટે બધાજ પ્રકારની જમીનમાં અપનાવી શકાય છે. ખૂબ જ છીછરી જમીનમાં કે જેમાં, કયારા કે ધોરીયા પધ્ધતિથી પિયત કરવા માટે સમતલ કરતાં ફળદ્રુપતા ઘટી જતી હોવાથી આ પધ્ધતિ અનુરૂપ છે. કારણકે, આમા જમીનને સમતલ કરવાની જરૂર નથી. વધુ ઢાળવાળી અને ખરબચડી જમીનને સમતલ કર્યા વગર પિયત કરી શકાય છે. ઓછા પાણી પ્રવાહથી પણ પૂરી કાર્યક્ષમતાથી પિયત કરી શકાય છે. છોડના પ્રકાર તથા ઉંમર પ્રમાણે જોઈએ તેટલું નિયંત્રિત પાણી આપવું શકય બને છે.

જમીનનું ભૌતિક બંધારણ જળવાઈ રહે છે

રાસાયણિક ખાતરો, નિંદામણનાશકો અને ફૂગનાશકોને પિયત પાણી સાથે કરકસરપૂર્વક આપી શકાય. હિમ કે વધુ પડતા તાપમાનથી છોડને બચાવી શકાય છે. નિક પાળામાં રોકાતી જમીનનો વ્યય નિવારી શકાય છે. આંતર ખેડ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. મજુરી ખર્ચ ઓછો આવે છે. જમીનનું ભૌતિક બંધારણ જળવાઈ રહે છે.

બનાસકાંઠા જિલ્લો ફુવારા પદ્ધતિથી ખેતી કરવામાં સમગ્ર ભારત દેશમાં પ્રથમ

ABOUT THE AUTHOR

...view details