બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાંથી જીવાદોરી સમાન બનાસ નદી પસાર થાય છે. આ નદીની માટી સમગ્ર ગુજરાતભરમાં ચણતર માટે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી હોવાથી તેને મૂલ્યવાન માનવામાં આવે છે. જેથી રેતી માફીયાઓ પૈસા કમાવાની લ્હાયમાં સરકાર દ્વારા જે નીતિનિયમ પ્રમાણે ખોદકામ કરવા માટેની પરમિશન આપવામાં આવી હોય તેના કરતાં વધારે નદીની માટીનું ખોદકામ કરી પૈસા કમાય છે. તો બીજી તરફ ઓવરલોડ વાહનો ભરીને સરકાર સાથે છેતરપિંડી કરે છે.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરવિભાગનો સપાટો, શિહોરી પાસે રેતીચોરોને ઝડપી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો - શિહોરી પોલિસ
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતાં લોકો સામે ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ હાથ ધરતાં શિહોરી પાસે ગેરકાયદે રેતી વેચતાં લોકોને ઝડપી 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભૂસ્તર વિભાગ દ્વારા સતત આવા લોકો સામે છેલ્લાં ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવતાં મોટાપ્રમાણમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરી રેતી તસ્કરી કરતાં ભૂમાફીયાઓ પર ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં શિહોરી પાસે ગેરકાયદે રેતખનન થતું હોવાની ખાનગી રાહે માહિતી મળતાં જ ભૂસ્તર વિભાગે શિહોરી પોલીસને જાણ કરી હતી. જેથી શિહોરી પોલીસે નદીના પટમાં તપાસ કરતા ગેરકાયદે રેતખનન કરતાં એક હિટાચી મશીન અને 2 ડમ્પર મળી આવ્યાં હતાં. પોલીસે બે ડમ્પર અને એક હિટાચી મશીન સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખાણખનીજ વિભાગને જાણ કરી હતી. ભૂસ્તર વિભગે ડમ્પર અને હીટાચી મશીન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે, વારંવાર ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.