ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha Crime News : ગાડીની લૂંટ કરી સળગાવી દેનાર આરોપી ઝડપાયો, અનેક ગુનામાં સંડોવાયેલો છે - ડીસા પોલીસે

ડીસાના આખોલ ગામ પાસે જીપ ગાડીની લૂંટ કરી સળગાવી દેનારો આરોપી પકડાઇ ગયો છે. ડીસા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી જેલ ભેગો કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી ગોવિંદ ઠાકોર અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાયું હતું.

Banaskantha Crime News : ગાડીની લૂંટ કરી સળગાવી દેનાર આરોપી ઝડપાયો. અનેક ગુનામાં સંડોવાયેલો ગોવિંદ ઠાકોર પકડાયો
Banaskantha Crime News : ગાડીની લૂંટ કરી સળગાવી દેનાર આરોપી ઝડપાયો. અનેક ગુનામાં સંડોવાયેલો ગોવિંદ ઠાકોર પકડાયો

By

Published : Apr 24, 2023, 7:58 PM IST

આરોપી ગોવિંદ ઠાકોર અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે

ડીસા : ડીસા તાલુકાના આખોલ પાસેથી જીપડાલુ લૂંટીને ભાગી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલ ભેગો કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી ગોવિંદ ઠાકોર અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું જણાતા ડીસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જીપ રોકાવીને લૂંટ કરી હતી : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસામાં એક બાદ એક ચોરી લૂંટ હત્યા અપહરણ જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ વધતી જતી ગુનાહિત ઘટનાઓ વચ્ચે ડીસામાં અગાઉ આખોલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ જીપડાલાને રોકાવી બાઈક અને કારમાં સવાર લોકોએ લૂંટ આચરી હતી.

આ પણ વાંચો Water Crisis in Banaskantha : એડાલ ગામમાં પાણીનો પોકાર, ધાનેરાના અનેક ગામો પાણી માટે બેહાલ સ્થિતિમાં

આ રીતે બની વાહનલૂંટની ઘટના :સમગ્ર લૂંટની ઘટના જોઈએ તો રસિકભાઈ શેખનું જીપડાલુને વર્ધિમાં લઈ જઈ એસ આર પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવી મહાકાળી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતાં તે સમયે તેમનું રોકાવી ત્રણ લોકોએ લૂંટ આંચરી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં જીપડાલાના ચાલક પાસેથી બળજબરીથી 1500 રૂપિયા અને મોબાઈલની લૂંટ કરીને ફરીયાદી રસિકભાઈ શેખની ગાડીને કંસારી પાસે સળગાવી લૂંટારું ટોળકી નાસી ગઈ હતી. જે અંગેની ફરિયાદ રસિકભાઈ શેખે તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. અને તાત્કાલિક આવા આરોપીઓને ઝડપી પાડવા માગ કરી હતી.

ડીસા પોલીસની કાર્યવાહી : આ સમગ્ર મામલે ડીસા પોલીસે આ હાઇવે લૂંટ ગંભીર પ્રકારનો ગુનો હોઇ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. નાયબ પોલીસ અધિક્ષક કે કે રાઠોડ અને તાલુકા પોલીસ મથકના પી આઇ- એસ એમ પટણીની રાહબરી હેઠળ વિવિધ ટીમો બનાવી હ્યુમન સોર્સ મારફતે રાજસ્થાનથી આરોપી ગોવિંદસીહ બતુસિંહ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.જેમાં ડીસાના ઝેરડા ગામે રહેતા આ આરોપી ગોવિંદ ઠાકોરને ઝડપી પ્રાથમિક તપાસ કરતા તે જિલ્લાના અલગ અલગ વિસ્તારમા ધાડ લૂંટ, ખંડણી, દારૂ, અપહરણ, છેડતી, બ્લેકમેલ,હત્યા, જેવા એક ડઝન ઉપરાંત ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું ધ્યાને આવ્યું છે.

રિમાન્ડની તજવીજ : ડીસા તાલુકા પોલીસે અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ગોવિંદ ઠાકોરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આવા રીઢા આરોપીને પકડવામાં પી એસ આઈ બી જે ભટ્ટ,હેડ કોન્ટેબલ રાજેશભાઈ, વિજયસિંહ, અશોકભાઈ,રમેશભાઈ,મુકેશભાઈ,ભુપતભાઈ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime News : લોરેન્સ બિશ્નોઇને અમદાવાદ લવાશે, 194 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસ કરશે પૂછપરછ

ફરિયાદીએ જણાવી ઘટના : ફરિયાદી રસિકભાઈ અબ્દુલ રહેમાન શેખે જણાવ્યું હતું કે મારો ડ્રાઇવર સાંજે મારું ડાલું વર્ધીમાં લઈને ગયેલો હતો તે દરમિયાન આખોલ મહાકાળી માતાજીના મંદિર પાસે એસ. આર પેટ્રોલ પંપથી ડીઝલ નંખાઈ અને નીકળ્યા. ત્યાં આગળ મારી ગાડી કોઇ અજાણા શખ્શોએ ઉભી રખાવી તેમની ગાડીમાંથી ત્રણ જણા નીચે ઉતર્યા અને મારા ડ્રાઇવરને માર માર્યો અને એની પાસેથી ₹1,500 રોકડા એક મોબાઇલ પાકીટ અને ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દા માલ લઈ લીધો હતો. એને ગડદા પાટુનો માર મારી છરી બતાવીને મારું જીપ ડાલુ લઈને ભાગી છુટ્યા હતા.ત્યારબાદ તેમને મારું ડાલુ કંસારી રોડ ઉપર લઈ જઈને સળગાવી દીધું હતું. આ બાબતની જાણ મને મારા ડ્રાઈવરે 10:00 વાગ્યાં આજુબાજુ કરી ત્યારે હું પોલીસ સ્ટેશન ગયો અને ત્યાંથી સીધા ઘટનાસ્થળે ગયો ત્યારે મારું ડાલુ સળગાવી દીધું હતું અને ફાયર બ્રિગેડ તેને ઓલવી દીધું હતું. મેં આ બાબતે ફરિયાદ દાખલ કરી અને પોલીસે ગણતરીના સમયમાં એક આરોપીની અટકાયત કરી છે અને જે ગાડી ગુનામાં વપરાઈ હતી તે ગાડી પણ પોલીસે કબજે કરી છે. મારી માગણી છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details