બનાસકાંઠા : ડીસા જીઆઇડીસી વિસ્તારમાંથી ભેળસેળયુક્ત મરચું ઝડપાયું હતું. ડીસા ફૂડ વિભાગના અધિકારી પી. આર ચૌધરીને માહિતી મળી હતી કે ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મોઢેશ્વરી પેઢી ખાતે ભેળસેળયુક્ત મરચું બની રહ્યું છે. તે દરમિયાન તપાસ હાથ કરતા ભેળસેળયુક્ત મરચું મળી આવતા સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
જીઆઇડીસી વિસ્તારમાં મસાલાનું વેચાણ : ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળયુક્ત વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં અનેક જગ્યાએ ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત વસ્તુઓ વેચાણ થાય છે. અનેકવાર ફૂડ વિભાગ દ્વારા દરોડા પણ પાડવામાં આવે છે, તેમ છતાં ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં રોજેરોજ અનેક પેઢીઓ પર મોટા પ્રમાણમાં મરચું તેલ હળદર સહિતની ખાદ્ય વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.
આ પેઢીમાં મળ્યું ભેળસેળયુક્ત મરચું મોઢેશ્વરી પેઢી પર તપાસ :ત્યારે આજ રોજ ડીસા શહેરના ફૂડ વિભાગ અધિકારી પી. આર. ચૌધરીને માહિતી મળી હતી કે ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મોઢેશ્વરી મસાલા પેઢીમાં મરચામાં ભેળસેળ થઈ રહી છે. જે દરમિયાન ફૂડ વિભાગના અધિકારીએ તાત્કાલિક ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મોઢેશ્વરી પેઢી પર તપાસ કરી હતી. જ્યાં તપાસ દરમિયાન ભેળસેળયુક્ત મરચું મળી આવ્યું હતું.
અમને એક બાતમી મળી હતી કે ડીસામાં મોઢેશ્વરી ફેક્ટરીમાં ભેળસેળયુક્ત મરચું વેચવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા દ્વારા આજે અચાનક ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન 2100 કિલો જેટલું ભેળસેળયુક્ત મરચું જણાઈ આવ્યું હતું ત્યારે અમારા દ્વારા મેજિક બોક્ષ મશીન દ્વારા આ મરચાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ટેસ્ટીંગ દરમિયાન પ્રાથમિક ધોરણે એવું જાણવા મળ્યું કે એ મરચું એ ભેળસેળયુક્ત છે. તેથી અમે તેના સેમ્પલ લઈ 2100 કિલો મરચું જે અંદાજે 6 લાખ રૂપિયાની કિમતનું છે તે મરચું સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..પી. આર. ચૌધરી ( ડીસા શહેર ફૂડ ઇન્સ્પેક્ટર )
મરચાનો જથ્થો સીલ : આ મસાલા પેઢીની પ્રાથમિક તપાસ દરમિયાન મેજિક બોક્ષથી ફૂડ વિભાગ દ્વારા મરચાના સેમ્પલ લેતા પ્રાથમિક તપાસમાં મરચામાં ભેળસેળ કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું. જેથી ડીસાના ફૂડ અધિકારીએ હાલ તો તપાસ સાથે મરચાના સેમ્પલ લઈ તમામ મોઢેશ્વરી પેટીમાં પડેલા મરચાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે.
અન્ય ફેક્ટરીઓમાં તપાસની સંભાવના :ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનેક વસ્તુઓ ભેળસેળ કરી વેપારીઓ ન જેવા પૈસા કમાવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાં હોવાની લોકોની બૂમ છે ત્યારે હજુ પણ બીજી અન્ય ફેક્ટરીઓમાં પણ તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક ખાદ્યવસ્તુઓનો જથ્થો ઝડપાઈ શકે તેવી શક્યતાઓ નકારી ન શકાય.
- Mehsana News: મહેસાણાના વિજાપુરમાં કલર નાખી લાલચટક મરચું બનાવતી ફેકટરી પર દરોડા
- અમદાવાદના માધુપુરા વિસ્તારના એક ગોડાઉનમાંથી ૩૦૦ કિલો નકલી મરચું ઝડપાયું
- જો તમે આ મરચું સમજતા હોય તો સાવધાન થઈ જજો!, આ ઝેર પણ હોય શકે છે...