ગુજરાત

gujarat

ETV Bharat / state

નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા બનાસકાંઠા કલેક્ટરે કર્યો અનુરોધ

કોરોના વાઈરસના ફેલાવા અને લોકડાઉન દરમિયાન વિવિધ માહિતી તથા અન્ય મદદ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી હતી. બનાસકાંઠા કલેક્ટરે નાગરિકોને આ એપ ડાઉનલોડ કરી સુરક્ષીત રહેવા અનુરોધ કર્યો છે.

Banaskantha Collector
બનાસકાંઠા કલેકટર

By

Published : May 3, 2020, 10:32 AM IST

બનાસકાંઠાઃ જિલ્લાના તમામ નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કલેક્ટર સંદીપ સાગલેએ અનુરોધ કર્યો છે. નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)ના સંક્રમણને અટકાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેતુ એપની જાહેરાત કરી હતી. આ સાથે દેશના તમામ લોકોને કોરોના વાઈરસ એટલે કે કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ભલામણ પણ કરી હતી.

લોકોના આરોગ્યના જાત પરીક્ષણ અને કોરોના વાઈરસ અંગેની જાણકારી ઘેરબેઠાં મળી રહે, તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા. 2 એપ્રિલના રોજ આરોગ્ય સેતુ નામની મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે. દેશની 11 ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના વાઈરસ સબંધિત કોવિડ-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ કરવામાં આવ્યું છે.

મોબાઈલ લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ? તેવી તમામ માહિતીનો આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા જનસમુદાય પાસે સહકાર માંગ્યો હતો.

આરોગ્ય સેતુ એપને બનાસકાંઠા જિલ્લામાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના લોકોએ પણ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઈ રવિવાર તા. 2 મે સુધી 1,63,541 લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે. જયારે 4,485 લોકોએ સ્વ-પરીક્ષણ કરાવી પોતાના જીવનને સુરક્ષિત કરવા માટે કટીબદ્ધ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details