બનાસકાંઠા: જિલ્લામાં એકજ દિવસમાં કોરોના વાઇરસના 11 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. જેમાં વડગામ ખાતે 10 સગર્ભા મહિલાઓને પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.
બનાસકાંઠામાં વધુ 3 કોરોના પોઝિટિલ કેસ સામે આવ્યા - બનાસકાંઠામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ
બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ ત્રણ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.
બનાસકાંઠા: 3 કોરોના વાઇરસના કેસ સામે આવ્યા
મંગળવારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં 3 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં 1 પોઝિટિવ કેસ, ડીસા તાલુકાના સરદારપુરમાં એક કેસ અને ડીસા શહેરમાં એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.
આરોગ્ય વિભાગે આ ત્રણેયને આઈશોલેસન વોર્ડમાં મોકલી તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 104 જેટલા કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. જ્યારે 78 લોકોએ કોરોનાને માત આપી છે.