- 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
- પાલનપુરથી 39 કિલોમીટર ઉત્તર તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ
- સદનસીબે કોઈ જ જાનહાનિ નોંધાઇ નથી
બનાસકાંઠા : જિલ્લા મથક પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે બપોરે 2:39 કલાકે 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 39 કિલોમીટર દૂર ઉત્તર દિશા તરફ નોંધાયું છે. આ ભૂકંપની ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી.