ગુજરાત

gujarat

ETV Bharat / state

હરિયાળી ક્રાંતિ લાવવા બનાસ ડેરીએ શરૂ કર્યું નવું અભિયાન, શક્તિપીઠ અંબાજીથી કર્યા શ્રીગણેશ - અંબાજી મંદિર વિકાસ

બનાસકાંઠા જિલ્લાના પર્વતોને હવે હરિયાળા બનાવવાનું અભિયાન શરૂ (Banas Dairy aims to bring green revolution) કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત શક્તિપીઠ અંબાજીના ગબ્બર ગઢથી (Seed ball planting in Banaskantha) કરવામાં આવી છે. ત્યારે આ અભિયાનની અન્ય શું વિશેષતા છે તે અંગે જોઈએ આ અહેવાલ.

હરિયાળી ક્રાંતિ લાવવા બનાસ ડેરીએ શરૂ કર્યું નવું અભિયાન, શક્તિપીઠ અંબાજીથી કર્યા શ્રીગણેશ
હરિયાળી ક્રાંતિ લાવવા બનાસ ડેરીએ શરૂ કર્યું નવું અભિયાન, શક્તિપીઠ અંબાજીથી કર્યા શ્રીગણેશ

By

Published : Jun 7, 2022, 3:49 PM IST

બનાસકાંઠાઃ બનાસ ડેરીએ જિલ્લાના પર્વતોને હરિયાળા બનાવવાનું અભિયાન શરૂ (Banas Dairy aims to bring green revolution) કર્યું છે. તેના ભાગરૂપે બનાસ ડેરીએ સીડ બોલ રોપણ કરવાનું પણ ત્રિદિવસીય અનોખું અભિયાન હાથ ધર્યું છે. જોકે, આ અભિયાનના શ્રીગણેશ શક્તિપીઠ અંબાજીના ગબ્બર ગઢથી (Seed ball planting in Banaskantha) કરવામાં આવી છે.

જંગલોને વધુ હરિયાણા બનાવવા પ્રયાસ

શક્તિપીઠ અંબાજીથી હરિયાળી ક્રાંતિના શ્રીગણેશ - જિલ્લો હરીયાળો બને તે પહેલા અંબાજી ગબ્બર પર્વત અને તેની આસપાસની ડુંગરીઓ હરિયાળી બને. તેનાં ભાગરૂપે બનાસ ડેરી છેલ્લા 2 મહિનાથી સીડ બોલ બનાવવાનું કામ કર્યું હતું. તેને લઈ આજે (મંગળવારે) ગબ્બર ગઢ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ (Shankar Chaudhary Chairman Banas Dairy) સીડ બોલનું પૂજન કર્યું હતું. સાથે ગબ્બર પર્વતરાજની પણ પૂજા કરી અભિષેક કર્યો હતો. જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન વિવિધ દૂધ સહકારી મંડળીનાં લોકો અને ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ દ્વારા 25 લાખ સીડ બોલ રોપણની કામગીરી હાથ ધરવામાં આવશે.

શક્તિપીઠ અંબાજીથી હરિયાળી ક્રાંતિના શ્રીગણેશ

આ પણ વાંચો-PM Modi Gujarat Visit: PM મોદીએ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી બનાસકાંઠાની મહિલાઓ સાથે કર્યો સંવાદ

આટલું કરીશું તો આવશે હરિયાળી ક્રાંતિ - અંબાજીના ગબ્બર વિસ્તારમાં આજે (મંગળવારે) 8 જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડ બોલ રોપણની કામગીરી (Seed ball planting operation in forest area) કરવામાં આવી હતી. એટલું જ નહીં બનાસ ડેરીનાં ચેરમેન શંકર ચૌધરીએ (Shankar Chaudhary Chairman Banas Dairy) જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીઝ પર્વતોને દત્તક લે તો ચોક્કસપણે હરિયાળી ક્રાંતિ આવી (Banas Dairy aims to bring green revolution) શકે છે. જોકે, તેના માટે સીડ બોલ પોતે બનાવી આપવાની પણ ખાતરી આપી હતી.

શક્તિપીઠ અંબાજી મંદિર

આ પણ વાંચો-બનાસ ડેરીનો નવતર પ્રયોગ, પશુઓની સારવાર માટે મોબાઈલ એપ શરૂ કરી

જંગલોને વધુ હરિયાણા બનાવવા પ્રયાસ - એટલું જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન બનાસ ડેરી દ્વારા 1 કરોડ જેટલાં સીડ બોલ બનાવી (Seed ball planting operation in forest area) જંગલ વિભાગને આપવાની વાત કરી છે, જે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાતના જંગલો હરિયાળા બને તેવાં પ્રયાસો કરાશે. તો ઊંડાણવાળા વિસ્તારોમાં જ્યાં પહોંચવું અઘરું હોય તેવી જગ્યાએ ડ્રોન વિમાનથી સીડ બોલનું રોપણ (Seed ball planting from drone aircraft) પણ કરવામાં આવશે. અંબાજીનાં જંગલોમાં પણ ડ્રોનની મદદથી સીડ બોલ નાખવામાં આવ્યા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ (Shankar Chaudhary Chairman Banas Dairy) જણાવ્યું હતું કે, શક્તિપીઠ અંબાજી મંદિરનો (Ambaji Temple Development) વિકાસ વધુ થાય તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસ્થા રહી છે ને તેને પરિપૂર્ણ કરવા બનાસ ડેરી તત્પર બની છે.

શક્તિપીઠ અંબાજી મંદિર

વરસાદમાં સીડ બોલ બનશે મદદરૂપ - હાલ તબક્કે છાણના દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષોનાં બીજ નાખવામાં આવ્યા છે. સાથે જ આ સીડ બોલ જંગલ વિસ્તારમાં જ્યારે વરસાદની શરૂઆત થશે. ત્યારે છાણનાં આ બોલ ખાતર બની બિયારણને જલદી ઉગવામાં મદદ કરશે. હાલ તબક્કે આ ત્રિદિવસીય અભિયાનની શરૂઆત અંબાજીથી (Seed ball planting in Banaskantha) કરવામાં આવી છે, પરંતુ કામગીરી આખો વર્ષ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details