ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના વડગામના ખેડૂતને કૃષિપ્રધાનના હસ્તે એવોર્ડ એનાયત - એવોર્ડ એનાયાત

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામના ખેડૂતનું ભારત સરકારના કૃષિરાજયપ્રધાન કૈલાસભાઈ ચૌધરીના હસ્તે એવોર્ડ એનાયાત કરાયો હતો. જેમાં દેશભરમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

બનાસકાંઠાના વડગામના ખેડૂતને કૃષિપ્રધાનના હસ્તે એવોર્ડ
બનાસકાંઠાના વડગામના ખેડૂતને કૃષિપ્રધાનના હસ્તે એવોર્ડ

By

Published : Feb 4, 2020, 6:01 PM IST

બનાસકાંઠા : જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી કરે છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાનો ખેડૂત આજે સારી એવી ખેતી કરી અને સારી એવી આવક મેળવી રહ્યો છે, ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આવા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે દર વર્ષે કૃષિ ક્ષેત્રે સારી પ્રગતિ કરનાર ખેડૂતોને બેસ્ટ તરીકે એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે ધાનુકા ઇનોવેટિવ એગ્રીકલ્ચર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી વિવિધ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ એવોર્ડ સમારંભમાં બનાસકાંઠા વડગામ તાલુકાના ડાલવાણા ગામના તેલીબિયાં પાક એવા દિવેલા ક્ષેત્રે કાંતિભાઈની પસંદગી કરવામાં આવી હતી.

બનાસકાંઠાના વડગામના ખેડૂતને કૃષિપ્રધાનના હસ્તે એવોર્ડ

આ એવોર્ડ સમારોહને લઇ કાંતિભાઈ પરમારને નવી દિલ્હી ખાતે યોજાયેલા ઇનોવેટિવ એગ્રીકલ્ચર એવૉર્ડ સમારોહમાં ભારત સરકારના કૃષિરાજ્યપ્રધાન કૈલાસભાઇ ચૌધરી અને ધનુંકા કંપનીના એમડી એમ.કે.ધનુંકાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને લઇને વડગામ તાલુકા અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું હતું અને પોતાના વતન ડાલવાણા ગામનું નામ રાજધાની દિલ્હી સુધી ગુંજતું કર્યું હતું. આ અંગે કાંતિભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે મે ઓર્ગેનિક દિવેલાની ખેતી કરી છે. જેમાં મારુ ગુજરાતમાંથી સિલેક્શન કરવામાં આવ્યું હતું અને મને કૃષીપ્રધાનના હસ્તે એવોર્ડ મળતા ખુબ જ આનંદની લાગણી અનુભવ છું.

દિલ્હી ખાતે ખેડૂતને એવોર્ડ
ખેડૂત
ખેડૂત
ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે ધાનુકા ઇનોવેટિવ એગ્રીકલ્ચર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ખેતીઓમાં સારું ઉત્પાદન મેળવી સારી એવી આવક મેળવતા તેમને ભારત સરકારના પ્રધાન દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાનીકો દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અવારનવાર સારૂ ઉત્પાદન મેળવી શકે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે, ત્યારે વડગામ ખાતે રહેતા કાંતિભાઈ પરમારને ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેતીમાં પ્રોત્સાહન પુરૂ પાડી તેમને ખેતી કરવા માટે પ્રેરણા આપી હતી અને આજે કાંતિભાઈ દ્વારા દિવેલાની ખેતીમાં સૌથી વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન મેળવતા તેમને ભારત સરકારના પ્રધાન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે ડીસા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ.યોગેશ પવારે જણાવ્યું હતું કે કાંતિભાઈ આ ખેતી કરવાની પદ્ધતિથી અન્ય ખેડૂતો પણ પહેલાં અહીં આ જ રીતે જો ખેતી કરશે તો આવનારા સમયમાં તમામ ખેડૂતો સારું એવું પાકનું ઉત્પાદન મેળવી પોતાના જિલ્લાનું અને દેશનું નામ રોશન કરશે.
ખેડૂત
ખેડૂત

ABOUT THE AUTHOR

...view details