ડીસા તાલુકાના જેરડા ગામે વિદ્યાર્થીઓ પર હુમલો - રૂપાણી સરકાર
ડીસા: તાલુકાના ઝેરડા ગામના યુવાનો પર થયેલા હુમલાને લઇ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા અને યુવાનો પર હુમલો કરનારા શખ્સોને આગામી 48 કલાકમાં અટકાયત કરવાની ચીમકી આપી હતી.
ડીસા તાલુકાના જેરડા ગામે વિદ્યાર્થીઓ પર હુમલો
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મંગળવારના રોજ ડીસામાં પહોંચી પોલીસ તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જિજ્ઞેશે જણાવ્યું હતું કે, તાજેતરમાં ખેડા ખાતે થયેલા બે યુવાનો પર હુમલા બાદ આરોપીઓને આગામી ૪૮ કલાકમાં ઝડપી પાડવામાં નહીં આવે તો જિજ્ઞેશ મેવાણી ફરી રસ્તા પર ઉતરી આવી સરકાર સામે આંદોલન છે, તેવી ચીમકી ઉચ્ચારી છે. મંગળવારના રોજ ડીસા પહોંચેલા જિજ્ઞેશ મેવાણીએ હુમલાની ઘટનાને સરકારની મોટી નિષ્ફળતા દર્શાવી હતી.