ગુજરાત

gujarat

ETV Bharat / state

ATS અને SOGએ આબુરોડ-પાલનપુર હાઈવે પરથી 1 કરોડના ચરસ સાથે 2ની ધરપકડ કરી - ગુજરાતી સમાચાર

આબુરોડ પાલનપુર હાઈવે પરથી ATS અને SOGએ 1 કરોડથી વધુનું ચરસ ઝડપી પાડ્યું છે. અંદાજે આ 17 કિલો ચરસ સાથે ATS અને બનાસકાંઠા SOGએ 2 આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
આબુરોડ-પાલનપુર હાઈવે પરથી ATS અને SOGએ 1 કરોડના ચરસ સાથે 2ની ધરપકડ કરી

By

Published : Oct 14, 2020, 8:37 AM IST

બનાસકાંઠા: રાજસ્થાન સરહદથી ગુજરાતમાં મોટાપાયે દારૂ તેમજ માદક દ્રવ્યની હેરફેર વધી છે. જેને રોકવા માટે ગુજરાત ATSની ટીમ હવે સરહદી વિસ્તારોમાં એલર્ટ બની છે. જે અંતર્ગત બનાસકાંઠા SOG પોલીસને સાથે રાખી ગુજરાત ATS અને SOGએ સંયુક્ત રીતે ઓપરેશન પૂરૂ પાડ્યું છે.

આરોપી

ATS અને SOGએ મહારાષ્ટ્ર પાર્સિંગની કારની તપાસ કરી હતી. જેમાંથી 17 કિલો જેટલું ચરસ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. જેથી SOG અને ATSએ ચરસ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

આબુરોડ-પાલનપુર હાઈવે પરથી ATS અને SOGએ 1 કરોડથી વધુનું ચરસ ઝડપી પાડ્યું

આ બન્ને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details