ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે સહાય અપાઈ - બનાસકાંઠા જિલ્લો

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના સહાય પેકેજ અંગે માહિતી આપી હતી. જેમાં લોકડાઉનના કપરા સમયમાં ખેડૂતોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કર્યો છે. તે માટે ખેડૂતો અને પશુપાલન માટે કરોડો રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે, તેમાં છેવાડાના ખેડૂતો સુધી તેનો લાભ મળશે તેમ ખેડૂતો માની રહ્યા છે.

bee keeping
મધમાખી ઉછેર

By

Published : May 16, 2020, 6:57 PM IST

બનાસકાંઠા : લોકડાઉન દરમિયાન પણ ખેડૂતો કામ કરતા રહ્યાં છે. જેથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 1 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મધમાખી પશુપાલકો માટે પણ 500 કરોડ સહાયની જાહેરાત કરી છે. આમ તો મધમાખી ઉછેર માટે ભૌગોલિક રીતે બધી જ રીતે બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર ખૂબ જ અનુકૂળ છે અને છેલ્લા ઘણા સમયથી અનેક ખેડૂતો મધમાખીની ખેતી કરી લાખો રૂપિયાની આવક પણ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે સહાય અપાઈ

પરંતુ અત્યાર સુધી મધની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને ખાસ કોઇ સરકારી સહાય ન મળતી હોવાના કારણે આ ઓછા લોકો મધની ખેતીમાં રસ ધરાવતા હતા. પરંતુ હવે જ્યારે સરકારે મધની ખેતી સાથે સંકળાયેલા લોકોને પણ સહાય કરવાની જાહેરાત કરતા બનાસકાંઠા જિલ્લામાં પણ મધમાખી ઉછેર કેન્દ્ર સાથે સંકળાયેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વધુમાં વધુ ખેડૂતો હવે સરકારી સહાય થકી મધની ખેતી કરી વધુ આવક મેળવશે તેમ ખેડૂતોનું માનવું છે.

ABOUT THE AUTHOR

...view details