બનાસકાંઠાઃ અમીરગઢ તાલુકામાં ધનપુરા(ઢો), ઇકબાલગઢ, સુરેલા, ગાંજી, ડાભેલા,અને ખારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા બહેનો સામે તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાત આશા બહેનોને છુટ્ટા કરી દેવાના આદેશ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવતા આશા વર્કરોમાં ખળભળાટ મચી ગયો છે.
અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આશાવર્કરોને છૂટા કરાયા
અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી અને ખાનગી દવાખાનાઓમાં પ્રસુતિ માટે મહિલાઓને મોકલતી સાત આશા વર્કરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા છુટ્ટા કરી દેવામાં આવતા આશા વર્કરોમાં ખળભળાટ મચી ગયો છે.
અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.બી.મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી તાલુકામાં બોગસ પ્રેક્ટિસ કરતા તબીબ તેમજ સરકારી કર્મચારી ખાનગી દવાખાનમાં સેવા આપતા હોય, તેવા દોષીતો સામે કાર્યવાહી કરવાની ચાલતી ઝુંબેશના આધારે અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરના રિપોર્ટના આધારે અમીરગઢ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી અને આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ માટેની સગવડ હોવા છતાં મહિલાઓને ખાનગી હોસ્પિટલમાંમાં પ્રસુતિ માટે મોકલતી સાત આશા બહેનોને છુટ્ટા કરાયા છે.