ગુજરાત

gujarat

ETV Bharat / state

અર્જુન મોઢવાડિયા અંબાજીના પ્રવાસે, મા અંબાના કર્યા દર્શન

અંબાજીઃ હાલમાં લોકસભાની ચૂંટણી બાદ રાજ્યસભાની ચૂંટણીનો દોર શરું થઈ ગયો છે ત્યારે કોંગ્રેસમાં જોડ-તોડની નીતિ ચરમસીમાએ પહોંચી છે અને કોંગ્રેસના પીઢ નેતાઓ પોતાના ધારાસભ્યોને બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુનભાઈ મોઢવાડીયા પણ દાંતા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીને મળવા અમીરગઢ ઘોઘુ પહોંચ્યા હતા અને ત્યારબાદ યાત્રાધામ અંબાજી પરત ફર્યા હતા અને અંબાજી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં એક હવન પ્રસંગે પણ તેમને હાજરી આપી હતી.

અર્જુન મોઢવાડિયાએ અંબાજી ખાતે મા અંબેના કર્યા દર્શન

By

Published : May 29, 2019, 8:54 PM IST

Updated : May 29, 2019, 9:01 PM IST

મા અંબાના દર્શને મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં પૂજારીએ કુમ-કુમ તિલક કરી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. જો કે આ પ્રસંગે તેમને હાલમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કોંગ્રેસમાં કરાઈ રહેલી તોડફોડને અર્જુન મોઢવાડિયાએ આસુરી શક્તિનો ઉપયોગ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને ભાજપ આસુરીશક્તિ સાથે સત્તાનો દૂરુપયોગ તેમજ રૂપિયાના જોરે તોડફોડ કરી રહી છે તેમ જણાવ્યું હતું. પરંતુ ભૂતકાળમાં પણ આજ રીતે તેમનો પરાજય થયો હતો અને આ વખતે પણ પરાજય થશે .જેમ 2017માં 117 બેઠકો માંથી 99 થઇ હતી તેમ આ વખતે પણ તેમને નુકસાની ભોગવવી પડશે. જો કે ધારાસભ્ય કાંતિ ખરાડીની મુલાકાતને તેમને એક પ્રસંગોપાતની મુલાકાત ગણાવી હતી.

અર્જુન મોઢવાડિયાએ અંબાજી ખાતે મા અંબેના કર્યા દર્શન
Last Updated : May 29, 2019, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details