વડગામ તાલુકાના નાંદોત્રા ગામે ખેતરમાં મજૂરી કરતા ભાગીયાએ માલિકની દીકરીની હત્યા કરી હતી. દુષ્કર્મ કરવાના ઇરાદે આવેલા આ ઇસમે ખેતરના માલિકની પુત્રી તાબે ન થતાં તેના ઘરમાં જ હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પરંતુ, આ યુવતીની હત્યાને લઈને સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને ફાંસીની સજાની માગ સાથે ચૌધરી સમાજના યુવાનો અને સમાજના લોકોએ એકત્ર થઈને આજે કલેકટર અને SP ને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
વડગામમાં થયેલી હત્યાને લઈ ફાંસીની સજાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠા: વડગામ તાલુકાના નાંદોત્રા ગામે યુવતીની હત્યાને લઇને ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેમાં આરોપીને ફાંસીની સજાની માગ સાથે આજે સમગ્ર ચૌધરી સમાજ એકત્રિત થઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ સમાજના આગેવાનોએ કરી હતી.
વડગામમાં થયેલી હત્યાને લઇ ફાંસીની સજાની માગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને ફાંસીની સજા મળે એવી માંગણી કરી હતી. આજે સમગ્ર સમાજને યુવતીની હત્યાના મામલે બહાર આવવું પડે છે ત્યારે સમાજની માંગણીઓ સંતોષાય છે કે કેમ ? તે તો સમય જ બતાવશે.