- સરહદી વાવ થરાદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુક્સાન
- ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર
- નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ
બનાસકાંઠા: સરહદી વાવ થરાદ પંથકમાં સતત ત્રણ દિવસ થયેલા કમોસમી વરસાદ પડવાના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુક્સાન થયેલુ હોવાથી તાત્કાલિક ધોરણે નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા દ્વારા નાયબ કલેકટરને આપ્યું આવેદનપત્ર કમોસમી વરસાદને લઇ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન
સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાના જિલ્લાના સરહદી વિસ્તાર જેવા કે, વાવ, થરાદ અને સૂઈગામ તાલુકામાં સતત ત્રણ દિવસ પડેલ કમોસમી વરસાદને લઇ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને લઇને બનાસકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 માં ખેડૂતોને પડતા ઉપર પાટું લાગી છે. એક બાજુ ખરીફ પાકોમાં કમોસમી વરસાદ બીજી બાજુ શિયાળુ પાકોમાં તીડના ત્રાસના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું થયુ હતું. જેના પરિણામે વાવ, થરાદ, સૂઈગામ તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન થયેલુ છે. જેમાં અત્યારે ખેતરોની અંદર તૈયાર થયેલો પાક અને ઘાસચારો તેમજ ધાન્ય પાકો કઠોળ જેવા કે, મગફળી, કુવાર, બાજરી, તલ જેવા પાકોમાં કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને વળતર મળે તેના માટે બનાસકાંઠા કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.
ખેડૂતોને વળતર મળે તેવી બનાસકાંઠા કિસાન સંઘ દ્વારા માંગણી
આ માંગણીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકોમાં થયેલા નુકસાન પેટે વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. જોકે, ભારે કમોસમી વરસાદના કારણે નુકસાન થયેલુ છે. વધુમાં ચાલુ વર્ષ બાજરીમાં ટેકાના ભાવ જાહેર કરેલ છે તો આ વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર તેમજ વાવ, થરાદ અને સૂઈગામ તાલુકાઓમાં ખરીદી કેન્દ્ર ફાળવી આપવામાં આવે તેવી માંગણી ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે.