બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી બ્રહ્માકુમારી સંસ્થા (Ambaji Brahmakumari Institute Program) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર ની થીમ ઉપર વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેને લઇ સ્વર્ણિમ ભારતના રચયિતા પરમાત્મા ભગવાન શિવ બાબાની ઝાંખી (Overview of Shivling in Ambaji) બનાવી તેનું પ્રદર્શન દર્શનાર્થે ખુલ્લું મૂક્યું છે.
અંબાજી ખાતે 8 ફૂટ લાંબા શિવલિંગની ઝાંખીનું પ્રદર્શન ખુલ્લું મુકાયું આ પણ વાંચો:સોમનાથ મહાદેવને કરાયો તલનો અલોકિક શણગાર, ભાવિકો બન્યા ભક્તિમય
શિવલિંગની ઝાંખીનું પ્રદર્શન
સંસ્કૃત પાઠ શાળાના આચાર્ય સહિત વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે દીપ પ્રગટાવી 8 ફૂટ લાંબા શિવલિંગની (Overview of Shivling in Ambaji) ઝાંખીનું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. સાથે બ્રહ્માકુમારી સંસ્થાનનું ધ્વજ પણ ફરકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજીના અગ્રગણ્ય નાગરિકો સહિત બ્રહ્માકુમારીના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર સાથે દીપ પ્રગટાવી 8 ફૂટ લાંબા શિવલિંગની ઝાંખીનું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.
આ પણ વાંચો:રાજા ઈન્દ્ર દ્વારા સ્થાપના કરવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની આસ્થાનું બની રહ્યું છે કેન્દ્ર
કેક કાપી ભગવાન શંકરના વર્ષગાંઠની ઉજવણી કરી
શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ઉપસ્થિત સૌની વચ્ચે ભગવાન શંકરના વાર્ષિક (Celebration of Shivratri in Ambaji) પર્વને લઇ કેક કાપી વર્ષગાંઠની ઉજવણી હતી. એટલુ જ નહી આ પ્રસંગે ભારત દેશની સંસ્કૃતિ ઉજાગર થાય અને વિશ્વમાં પ્રવર્તી રહેલી અશાંતિ શાંતિમાં પ્રવર્તે તેવી ભગવાન શિવ ને પ્રાર્થના કરવામાં આવી હતી. અને યુદ્ધ દરમ્યાન માર્યા ગયેલા સુરક્ષા કર્મીઓ સહિત સ્થાનિક રહીશોની આત્માને શાંતિ મળે તેવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.