બનાસકાંઠાઃ જિલ્લાના દલિત સંગઠન થરાદ એકમ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અત્યાચાર અને ઇન્ડિયન લોયર પ્રોફેશનલ એસોસિએસન ગુજરાત પ્રદેશ પ્રભારી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીના તમામ હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન અને જરૂરી સહાય આપવાની માગ કરી છે.
દલિત સંગઠન થરાદ એકમ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
બનાસકાંઠાના દલિત સંગઠન થરાદ એકમ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુષ્કર્મ અને ઇન્ડિયન લોયર પ્રોફેશનલ એસોસિએસન ગુજરાત પ્રદેશ પ્રભારી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીના તમામ હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન અને જરૂરી સહાય આપવાની માગ કરી છે.
કચ્છના રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાને લઈ સમગ્ર ગુજરાતમાં બહુજન સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો, જ્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશના યોગી રાજમાં હાથ શર્મા માસુમ પર નરાધમો દ્વારા કરવામાં આવેલા અને જીપ કળે અમાનવીય વેવાર કરી હત્યા કરવામાં આવી છે. જેને સખ્ત શબ્દમાં વખોડી કાઢી છે, તેમજ હાથરસ ગેંગરેપના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે અને ફાંસીની સજા કરવામાં આવે. આ સાથે તેમના પીડિત પરિવારને યોગી સરકાર દ્વારા એક કરોડની સહાય કરવામાં આવે તેવી માગ કરી છે.
ઉપરાંત દિનપ્રતિદિન વધી રહેલા મહિલાઓ પર અત્યાચાર પ્રત્યે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે, આ માંગણીઓ પર કાર્યવાહી કરવામાં નહી આવે તેમજ યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાત ભરમાં બહુજન સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી. જ્યારે બીજી બાજુ રાપરમાં થયેલા વકીલ દેવજીભાઈ મહેશ્વરીની નીર્મમ હત્યા બાબતે આરોપીઓની જામીન ના મળે અને આ કેસમાં તટસ્થ રીતે કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન અને જરૂરી સહાય પૂરી પાડવાની માગ કરી છે.