બનાસકાંઠાઃ શ્રાવણ માસનો મંગળવારથી પ્રારંભ થયો છે. ત્યારે આ શ્રાવણ માસમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવામાં આવે તેવી માગ સાથે ધાનેરા મામલતદારને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
ધાનેરામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરવા આવેદનપત્ર અપાયું - Vishwa Hindu Parishad
શ્રાવણ માસનો મંગળવારથી પ્રારંભ થયો છે. ત્યારે આ શ્રાવણ માસમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવામાં આવે તેવી માગ સાથે ધાનેરા મામલતદારને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
મંગળવારથી હિન્દુ ધર્મનો પવિત્ર માસ શ્રાવણ માસ શરૂ થયો છે. ત્યારે આ સમગ્ર મહિના દરમિયાન ભગવાન ભોળાનાથના ભક્તો દ્વારા ભોળાનાથની પૂજા કરાશે. જિલ્લામાં અનેક ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે, જેમાં રોજ હજારો અબોલ પશુઓની નિર્મમ હત્યા કરાઇ છે, ત્યારે પશુઓને બચાવી ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવામાં આવે તેવી માગ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કરી છે.
શ્રાવણ માસમાં આ કતલખાનાઓ બંધ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ધાનેરા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. ધાનેરામાં નગરપાલિકા રોડથી જૂની પોસ્ટ ઓફિસ સુધીના માર્ગ પર અનેક કતલખાનાઓ ચાલે છે. આ કતલખાનાઓ બંધ કરી સત્વરે તેઓની સામે કાર્યવાહી કરાઈ તેમ પણ રજૂઆત કરાઇ હતી.