- થરાદ પ્રેસ ક્લબ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
- ખાનગી ચેનલના એડિટર ઇન ચીફની ધરપકડના વિરોધમાં રાષ્ટ્રપતિને આવેદન
- મીડિયાએ લોકશાહીનો ચોથો સ્તંભ છે
બનાસકાંઠા:જિલ્લાના થરાદ મીડિયા ક્લબ દ્વારા ખાનગી ચેનલના એડિટર ઇન ચીફની ધરપકડ મામલે થરાદ પ્રેસ ક્લબ દ્વારા નાયબ કલેક્ટને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે,મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે, પ્રજા અને તંત્ર વચ્ચેની ભૂમિકા ભજવે છે. લોકશાહી દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે, ત્યારે સત્તાધીશોએ લોકશાહીના સન્માનના ભાગરૂપે મીડિયાનું સન્માન કરવું અને તેમણે રક્ષણ આપવાની નૈતિક જવાબદારી બને છે.